Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    37 પેઢીઓમાં ચેકિંગ, 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો:5 વેપારીને નોટિસ અને 6,500નો દંડ, 12 નમૂના લેવાયા; રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહી

    2 days ago

    રાજકોટમાં શ્રાવણ મહિનાને લઈ ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે, અલગ અલગ 37 પેઢીઓમાં તપાસ કરતા 53 કિલો અખાદ્ય તેમજ વાસી જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જુદી-જુદી 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડીશનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમજ કુલ રૂ. 6,500નો દંડ ફટકારીને 12 ફરાળી પેટીસ અને લોટના નમૂના લેવામાં આવ્યા હતા. જો તમે બહારની પેટીસ ખાતા હોય તો સાવધાન રહેવું જરૂરી છે. સ્ટાર્ચ-ફરાળી કે ફરાળી રો-મટિરિયલની ચકાસણી કરાઈ રાજકોટ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં ઉપવાસ-એકટાણા કરવામાં આવતા હોય છે, જેને લઈ રાખીને ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય છે. શ્રદ્ધાળુઓના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને તેમને શુદ્ધ ફરાળી સામગ્રી મળી રહે તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક સર્વેલન્સ અને ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમો, અને તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી કે ફરાળી રો-મટિરિયલની ચકાસણી કરવામાં આવી હતી. 53 કિલો અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળ્યો રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ 37 જેટલી પેઢીઓમાં ઘન સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને ગંદકી ધરાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન જુદી જુદી પેઢીઓમાંથી કુલ મળીને અંદાજિત 53 કિલો અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તપાસ દરમિયાન ક્ષતિઓ જણાઈ આવતા 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ, હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ નિયમોના ભંગ બદલ રૂ. 6,500 નો વહીવટી ચાર્જ કરી કુલ 12 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગત ફરાળી પેટીસ (લુઝ), લોટ સહિતના સેમ્પલ લેવાયા ગ્રાહકોને અશુદ્ધ કે ભેળસેળયુક્ત ફરાળ ન ધાબડવામાં આવે તે માટે ફૂડ સેમ્પલિંગની કામગીરી પણ જોરશોરથી હાથ ધરાઈ હતી. જેમાં ગોવિંદ બાગ માર્કેટ રોડ સ્થિત શ્રીરામ ડેરી ફાર્મમાંથી ફરાળી પેટીસ અને ફરાળી લોટ, કુવાડવા રોડ પર શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મમાંથી ફરાળી પેટીસ, કૃષ્ણનગર મેઇન રોડ પર સ્થિત ભવાની ગાંઠિયા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડા વાળા, જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવ ફરાળી પેટીસ, ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા તથા ગરબી ચોક માલવિયા નગર પાસેના દ્વારકાધીશ સિઝન સ્ટોર ખાતેથી ફરાળી પેટીસ (લુઝ) ના નમૂના લેવાયા હતા. ઉપરાંત કૃષ્ણનગર મેઇન રોડના ખટ્ટુસ ફાસ્ટ ફૂડ, અંબાજી કડવા પ્લોટના ઋતુરાજ ફાસ્ટ ફૂડ અને પેડક રોડના મયુર ભજીયામાંથી ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે વેપારી સામે કાર્યવાહી થશે. જોકે રિપોર્ટ આવવામાં મહિનાઓ વીતી જશે તે નક્કી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણની સુહાની નાયક શૌર્ય ગીત સ્પર્ધામાં પ્રથમ:લાયન્સ ક્લબ દ્વારા આયોજિત સ્પર્ધામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલનું ગૌરવ
    Next Article
    પલસાણા અને તેરસાપરા ગામે પોલીસના દરોડા:કલોલ તાલુકામાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ, 16 જુગારીઓ 1.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment