Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ, તાંત્રિક વિધિ કરવી પડશે':વડોદરામાં સ્ટુડિયો મેનેજર યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, શારીરિક માંગણી કરનાર 'બાપુ' સામે ફરિયાદ

    1 day ago

    વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી અને ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસી જઈ ઉંદર મારવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજતાં સમગ્ર મામલે મૃતકની માતાએ ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગિરીશે યુવતીને કહ્યું હતું કે, 'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ છે, તાંત્રિક વિધિ કરવી પડશે'. ત્રણ વર્ષથી મેનેજરની નોકરી કરતી હતી તુલસીવાડી ખાતે રહેતી યુવતી કારેલીબાગ સ્થિત આર કે સ્ટુડિયોમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજરની નોકરી કરતી હતી. આ દરમિયાન તેનો પરિચય છાણી જકાતનાકા એકતાનગરમાં રહેતા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સાથે થયો હતો. આ યુવતીની તબિયત ગત 29 ડિસેમ્બરથી લથડતાં તેને ઉલ્ટીઓ થવા લાગી હતી. યુવતીનો મોબાઈલ ચેક કરતાં ખુલાસો થયો 31 ડિસેમ્બરે સ્થિતિ ગંભીર બનતાં તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં તેણે ઉંદર મારવાની ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. 1 જાન્યુઆરીએ યુવતીને આઈ.સી.યુ.માં ખસેડાઈ હતી. આ દરમિયાન સ્ટુડિયો માલિક અલ્ફાઝ મકરાણીએ હોસ્પિટલ પહોંચી યુવતીનો મોબાઈલની તપાસ કરી પૂછપરછ કરતાં મામલાનો પર્દાફાશ થયો હતો. 'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ છે, તાંત્રિક વિધિ કરવી પડશે' યુવતીએ જણાવ્યું હતું કે, ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમારે કહ્યું છાતી પર ચૂડેલ બેસી ગઈ છે એટલે છાતીમાં દુખાવો થાય છે તેની વિધિ કરાવી પડશે. સાથે આ યુવતીના વિધિ માટે અગાઉ વાળ પણ કાપી લીધા હતા. આ ઉપરાંત, આરોપી અવારનવાર શારીરિક માંગણી કરતો હતો અને તેની પાસેથી નાણાં પણ પડાવતો હતો. યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી અંતે યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. એસ.એસ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું વહેલી સવારે મોત નીપજતાં પરિવારે આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રોટરી ક્લબ છોટીકાશી દ્વારા 200 સગર્ભાઓને પોષણ કિટ વિતરણ:જામનગરમાં માતા-બાળકના સ્વાસ્થ્ય સુધારવા કરાઈ પહેલ
    Next Article
    મોરબીમાં 2.5 લાખથી વધુ બાળકોને કૃમિનાશક દવા અપાઈ:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગે સ્વચ્છતાની અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment