Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ છોટીકાશી દ્વારા 200 સગર્ભાઓને પોષણ કિટ વિતરણ:જામનગરમાં માતા-બાળકના સ્વાસ્થ્ય સુધારવા કરાઈ પહેલ

    1 day ago

    રોટરી ક્લબ ઓફ છોટીકાશી દ્વારા નાઘેડી હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ માટે પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓ અને બાળકોના આરોગ્ય તથા પોષણને પ્રાથમિકતા આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ સગર્ભા મહિલાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું આયોજન અને નેતૃત્વ પ્રોજેક્ટ ચેરમેન દીપલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના સભ્યો અને સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. જેમાં દીપકલાબેન દોંગા, મિત્તલબેન પટેલ અને સોનલબેન કેશવાળા સહિતના સ્વયંસેવકોએ સેવા આપી હતી. કિટ વિતરણની સાથે ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર, નિયમિત આરોગ્ય તપાસ અને માતા તથા બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. સંસ્થાનો ઉદ્દેશ્ય માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે પોષણનું મહત્વ સમજાવી, જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ચેઈન અને મોબાઈલ સ્નેચિંગ કરતા સગીર સહિત બે ઝડપાયા:જમાલપુરમાં વૃદ્ધાના ગળામાંથી ચેઈન તો પાલડીમાં મહિલાના હાથમાંથી મોબાઈલ પડાવી લીધો હતો, સ્નેચિંગમાં ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા
    Next Article
    'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ, તાંત્રિક વિધિ કરવી પડશે':વડોદરામાં સ્ટુડિયો મેનેજર યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, શારીરિક માંગણી કરનાર 'બાપુ' સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment