Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદરડા ગ્રામ પંચાયત જમીન વિવાદ:200 અને 1200 વાર જમીન અંગે સામાજિક કાર્યકરના આક્ષેપો, ઉપસરપંચે આરોપો પાયાવિહોણા ગણાવ્યા

    2 days ago

    મેંદરડા ગ્રામ પંચાયતની માલિકીની જમીન અને દુકાનોના મુદ્દે સ્થાનિક રાજકારણ અને જાહેર ચર્ચામાં નવો વળાંક આવ્યો છે. સામાજિક કાર્યકર લલિતભાઈ નારણભાઈ પટોડિયાએ તલાટી કમ મંત્રીને લેખિત અરજી આપીને સરદાર ચોક, વંથલી રોડ પર આવેલી 200 ચો.વાર જમીન પર બનેલી દુકાનોનો કબજો લઈ સીલિંગ મારવાની માંગ કરી છે, સાથે જ 1200 ચો.વાર જમીન અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. 1200 ચોરસ વાર જમીન સરપંચ દ્વારા વેચી દેવાઈ ​ફરિયાદી અને સામાજિક કાર્યકર લલિતભાઈ પટોડિયાના જણાવ્યા મુજબ, વર્ષ 1972 માં સરદાર ચોક, વંથલી રોડ પર આવેલી પંચાયતની 1200 ચોરસ વાર જમીન રામજીભાઈ ભાણજીભાઈ ખૂંટ દ્વારા ઉદ્યોગ હેતુ માટે ભાડેથી લેવામાં આવી હતી અને ત્યારબાદ સરપંચ દ્વારા દસ્તાવેજથી વેચી આપવામાં આવી હતી, પરંતુ ત્યાં કોઈ ઉદ્યોગ થયો નથી. ઉપરાંત વર્ષ 1978 માં તેની બાજુની 200 ચો.વાર જમીન મગફળીની ફોતરી નાખવા માટે ભાડેથી લેવામાં આવી હતી, પરંતુ ત્યાં ઉદ્યોગ કે મૂળ હેતુના બદલે દુકાનો તથા મોબાઈલ ટાવર બનાવી, દુકાનો વેચી કે ભાડે આપી પંચાયત અને સરકારને આર્થિક નુકસાન પહોંચાડી મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો તેમનો આક્ષેપ છે. મેંદરડાના ત્રિકોણ બગીચાની દુકાનોમાં સીલિંગ કરાયું હતું ​લલિતભાઈ પટોડિયાએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે થોડા સમય પહેલાં મેંદરડાના ત્રિકોણ બગીચાની દુકાનોમાં સીલિંગ કરાયું હતું, તો શરતભંગ અને ગેરઉપયોગના આ મામલે સરદાર ચોકની દુકાનોમાં કેમ સીલિંગ નથી થતું અને શું તે ઉપસરપંચ ચંદ્રેશભાઈ રામજીભાઈ ખૂંટના પિતાજીની હોવાથી કાર્યવાહી ટાળવામાં આવે છે. તેમણે આ જમીન પંચાયત હસ્તક લઈ સીલિંગ કરવા, નુકસાન વસૂલ કરવા અને કાર્યવાહી ન થાય તો હાઈકોર્ટમાં રજૂઆત કરવાની ચેતવણી આપી છે, તથા અરજી સાથે જૂની માંગણી, ભાડાચીઠીની નકલ, ફોટોગ્રાફ અને ઉચ્ચ કક્ષાએ નકલો રવાના કર્યાની વિગતો જોડી છે. અઢી-ત્રણ ગણી કિંમત ચૂકવી બિનશરતી વેચાણ દસ્તાવેજ કરાયો ​બીજી તરફ મેંદરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચંદ્રેશ ખૂંટે લલિતભાઈના આરોપો તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, 1200 વાર જગ્યા શરૂઆતમાં 3 વર્ષ માટે ભાડાપટ્ટે લીધા બાદ સરકારી નિયમો અને ઓથોરિટીની મંજૂરી મુજબ જંત્રીની અઢી-ત્રણ ગણી કિંમત ચૂકવી 1976 માં કાયદેસર બિનશરતી વેચાણ દસ્તાવેજ કરાયો હતો, અને આ બાબતે અગાઉ 1989 તથા 1995 માં પણ રજૂઆતો અને કલેક્ટર કચેરીમાં જવાબો અપાઈ ચૂક્યા છે. 1980 ની ભાડાચીઠી 1982 માં ડીડીઓએ રદ કરી હતી ​ચંદ્રેશ ખૂંટે પોતાના રાજીનામાની માંગને અયોગ્ય ગણાવતા કહ્યું કે આ મિલકત તેઓ જન્મ્યા નહોતા ત્યારની છે, અને ત્રિકોણીયા બગીચામાં આખી બોડીના નિર્ણયથી સીલિંગ થયું હોવાથી તેમાં લલિતભાઈની દુકાન આવતા કિન્નાખોરી રાખીને આક્ષેપો થઈ રહ્યા છે, જેના વિરુદ્ધ માનહાનિનો કેસ અને પોલીસ ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી છે. 200 વાર જગ્યા અંગે તેમણે જણાવ્યું કે પંચાયતની 100 થી વધુ મિલકતોની જેમ મંજૂરીઓ લઈને અને ભાડાચીઠીની કલમ 1 થી 11 ના નિયમો અનુસાર ભાડું (જે અગાઉ 5-10 રૂપિયાથી વધીને 25 અને 300 રૂપિયા થયું) નિયમિત એડવાન્સ ભરવામાં આવે છે, જ્યારે સામા પક્ષની 1980 ની ભાડાચીઠી 1982 માં ડીડીઓએ રદ કરી હતી અને કોર્ટે પણ હક રદ કર્યા છે, તેમજ છેલ્લા 15-20 વર્ષથી તેમણે કોઈ ટેક્સ કે ભાડું ભર્યું નથી, અને આ મિલકત ગામના 12,000 લોકોની હોવાથી ગામહિતમાં તેઓ પીછેહઠ કરશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સરખડીયામાં 200 વર્ષ જૂની પરિક્રમામાં પૂજનવિધિ કરાય:દેવઉઠી એકાદશીના પાવન પર્વે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શાલિગ્રામ ઠાકોરજીની પૂજા યોજાઈ
    Next Article
    Indian Man Gets Over 19 Years In US Jail For Plot To Kill Khalistani Terrorist

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment