Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રુદ્રાભિષેક યજ્ઞ:શ્રાવણ માસ નિમિત્તે કંચન વાડીમાં ધાર્મિક આયોજન

    1 day ago

    શ્રાવણ માસ નિમિત્તે ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કંચન વાડીમાં મહા રુદ્રાભિષેક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાસ્ત્રી ગોલ્ડમેડાલીસ્ટ જીગરભાઈ પંડ્યા દ્વારા વિનામૂલ્યે રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય પૂનમબેન માડમ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમના તરફથી શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને હાલના ટાઉન પ્લાનિંગ ચેરમેન સુભાષભાઈ જોશી આ પ્રસંગે હાજર રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ ભુપતરાય કે. પંડ્યા, કિરીટભાઈ જે. પંડ્યા, નરેન્દ્રભાઈ ડી. ત્રિવેદી, કિશોરભાઈ એલ. ભટ્ટ, કેયુરભાઈ એમ. ત્રિવેદી, સભ્ય જગદીશભાઈ ડી. જાની અને જયેશભાઈ ડી. દવેએ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો. નવદુર્ગા મહિલા મંડળના શિલ્પાબેન પંડ્યા, વેદાંગીબેન ત્રિવેદી, કપિલાબેન ભટ્ટ, મીરાબેન દવે, હિમાબેન પંડ્યા, કાજલબેન દવે, અભિલાષાબેન જાની અને કમળાબેન દવે સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જ્ઞાતિ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજન અને દર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તન, મન અને ધનથી સહયોગ પ્રાપ્ત થયો હતો. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ જ્ઞાતિ પરિવારના સભ્યોએ ફલાહાર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ માહિતી એન.ડી. ત્રિવેદી દ્વારા એક યાદીમાં આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જેતપુર-સોમનાથ હાઇવે પર તૂટેલા ડિવાઇડર બન્યા અકસ્માતોનું કારણ:​હાઇવે તંત્રના પેટ્રોલીંગના અભાવે વધતા અકસ્માતો,ઓથોરિટીની બેકાળજીથી જેતપુર-સોમનાથ હાઇવે બન્યો અકસ્માત ઝોન,તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરો તથા ગૌવંશના જીવ જોખમમાં.
    Next Article
    જીવ ગયો પણ મૂઠ્ઠીમાંથી પૈસાની થપ્પી ન છૂટી:વાડીમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા 4માંથી 3ના કૂવામાં પડવાથી મોત, ભાવનગરના ઉખરલાનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment