Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવ ગયો પણ મૂઠ્ઠીમાંથી પૈસાની થપ્પી ન છૂટી:વાડીમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા 4માંથી 3ના કૂવામાં પડવાથી મોત, ભાવનગરના ઉખરલાનો બનાવ

    2 days ago

    જુગારની બાજીના રુપિયા હાથમાં'ને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા ચારમાંથી ત્રણ લોકો કૂવામાં પડ્યા હતા અને તમામ ત્રણના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકી રહ્યો હોવાથી તેનો બચાવ થયો હતો. મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહ સિંધાનો સમાવેશ થાય છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતક અજીતસિંહના દીકરા કુલદીપસિંહે જણાવ્યું હતું કે, સવારે જુગાર રમવા ગયા હતાને પડી ગયા હતા. કોઈ માણસ એમનમ થોડી ભાગે. રેડ પડી હોય તો જ માણસ ભાગે ને. 'વાડીમાંથી એક બાદ એક ત્રણ લાશ મળી' વરતેજ પોલીસ સ્ટેશનના PSIએ જણાવ્યું હતું કે, ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે વાડીમાં અમૂક માણસો ભેગા થયેલા હતા. સવારે ફોનથી માહિતી મળી હતી કે, એક વાડીમાં લાશ પડી છે. તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી એક બાદ એક ત્રણ લાશ મળી આવી હતી. તમામ મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જુગાર રમતા સમયે રેડ કરી હોવાના પરિવારના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે, ના એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું કે પોલીસે રેડ કરી હોય. કોઈ ગયું જ નથી અને શું માટે ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે. 'બહેનનો ફોન આવ્યો તો તપાસ કરાવી હતી' મૃતક અજિતસિંહના ભાઈ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનનો સવારમાં મારામાં ફોન આવ્યો કે, ભાઈ હજુ આવ્યા નથી ઘરે તપાસ કર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો. ત્યાંથી જાણવા મળ્યું કે, જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે, એમાં 3 લોકો અંદર ખાબક્યા છે. જો કે એમાં અજીતસિંહ છે કે નહીં, તમે જોઈ આવો. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા તો પહેલા બે લોકોને કાઢવામાં આવ્યા હતા. 'એક તો લટકી ગયો હતોને જીવ બચ્યો' બાદમાં વધુ તપાસ કરી તો મારો ભાઈ પણ નીકળ્યો. એટલે ફોન આવ્યો મારા કાકાનો કે, હા, તમારો ભાઈ છે. જે બાદ એમને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમે પણ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ લટકી રહ્યો'ને બહાર નીકળ્યો હતો. તમામ માહિતી એની પાસે હોય. એણે એવું કહ્યું હતું કે, પોલીસ વાળા આવ્યા હતા. કોઈ રેડ ન કરી હોવાના પોલીસના નિવેદન પર જગદીશભાઈ જવાબ આપ્યો કે, પોલીસે નથી કરી તો કોણે કરી. ત્યાં ચાર લોકો આવ્યા હતા તો કોણ એ તપાસ કરોને. પોલીસ કે છે, અમે નથી તો છે કોણ એ લોકો. ઘટના સમયે વાડીમાં હાજર લોકોની પૂછપરછ સમગ્ર ઘટનાને લઈ વરતેજ પોલીસની તપાસ તેજ થઈ છે. વાડી માલિક મહાવીરસિંહ વજેસિંહ ગોહિલને વધુ પૂછપરછ માટે ASP કચેરી લઈ જવાયા છે. જ્યાં ASP ઘનશ્યામ ગૌતમ દ્વારા વાડી માલિકની પૂછપરછ હાથ ધરાઈ છે. તો ઘટના સમયે વાડીમાં હાજર 11 પૈકી 8 લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રુદ્રાભિષેક યજ્ઞ:શ્રાવણ માસ નિમિત્તે કંચન વાડીમાં ધાર્મિક આયોજન
    Next Article
    1st Time In 149 Years: Rishabh Pant Breaks Massive World Record With Unique 'Ton' In India vs England 1st Test

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment