Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપુર-સોમનાથ હાઇવે પર તૂટેલા ડિવાઇડર બન્યા અકસ્માતોનું કારણ:​હાઇવે તંત્રના પેટ્રોલીંગના અભાવે વધતા અકસ્માતો,ઓથોરિટીની બેકાળજીથી જેતપુર-સોમનાથ હાઇવે બન્યો અકસ્માત ઝોન,તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરો તથા ગૌવંશના જીવ જોખમમાં.

    1 day ago

    ​જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર દિન-પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, જેને કારણે વાહનચાલકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) પર ઘોર નિંદ્રામાં હોવાના અને કોઈ નક્કર કામગીરી ન કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બાયપાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવે પર ઠેર-ઠેર અનધિકૃત રીતે ડિવાઇડરો તોડી પાડવામાં આવ્યા છે. આ મનસ્વી રીતે કરાયેલા ભંગાણને લીધે પુરઝડપે આવતા વાહનો અકસ્માતનો ભોગ બને છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમસ્યાથી વાહનચાલકો માટે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે. ​કેશોદ તાલુકાના પીપળી ગામના સરપંચ અને તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ મૂળુભાઈ રાવલિયાએ જણાવ્યું હતું કે, આ હાઇવે બન્યા પછી કેશોદ બાયપાસ પર જ આશરે 125 જેટલા અકસ્માતો સર્જાયા છે, જેમાં પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના મા-બાપ કે સંતાનો ગુમાવ્યા છે. હાઇવે ઓથોરિટી ટોલનાકા પરથી મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસૂલે છે પરંતુ સુરક્ષા અને સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ રહી છે. રસ્તા પર પેટ્રોલીંગ અત્યંત ઓછું હોવાથી તૂટેલા ડિવાઇડરો અને રખડતા પશુઓની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને સાબળીયા નેસથી બંને બાજુ કેશોદ અને જૂનાગઢ તરફ સર્વિસ રોડ તેમજ જરૂરી સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની લોકમાગણી હોવા છતાં યોગ્ય પગલાં લેવાયા નથી. ​સામાજિક કાર્યકર હરસુખભાઈ સિદ્ધપરાએ પણ હાઇવે તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, સમગ્ર હાઇવે પર લોકોએ મન પડે ત્યાંથી રસ્તો બનાવવા ડિવાઇડર તોડી નાખ્યા છે. આ તોડેલા ખાચાઓના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. તંત્ર દ્વારા આ ખાચા તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત હાઇવે પર મુક્તપણે ફરતા ગોવંશ અને અન્ય રખડતા પશુઓના કારણે પણ અનેક ગંભીર અકસ્માતો થાય છે, જેમાં માનવજિંદગીની સાથે ગૌવંશના પણ કરુણ મોત નીપજે છે. હાઇવે પરની તમામ કામગીરી અને સુરક્ષાની જવાબદારી હાઇવે ઓથોરિટીની હોવાથી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ​નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી વિકાસ મિશ્રએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હાઇવે પરના ડિવાઇડર ઓથોરિટી દ્વારા તોડવામાં આવ્યા નથી. સ્થાનિક ગામલોકો અને વાહનચાલકો પોતાના અંગત સ્વાર્થ, શોર્ટકટ કે થોડું પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે ડિવાઇડર તોડીને રસ્તો બનાવી લે છે. NHAI દ્વારા આવા તૂટેલા ડિવાઇડરોને નિયમિતપણે રિપેર કરવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ રિપેર કર્યા બાદ પણ લોકો ફરીથી તેને તોડી નાખે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં પણ આવું ધ્યાન પર આવે ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે છે. ​માત્ર 1-2 કિલોમીટરનું અંતર બચાવવા માટે પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને ડિવાઇડર ન તોડે અને તંત્રને સહયોગ આપે. રખડતા પશુઓની સમસ્યા અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખેડૂતો ખેતરોની સીમ બંધ કરી દેતા હોવાથી પશુઓ રોડ પર આવી જાય છે. NHAI દ્વારા સ્થાનિક નગરપાલિકા અને તંત્ર સાથે મળીને પશુઓને રોડ પરથી દૂર ખસેડવાના પ્રયાસો કરવામાં આવે છે. ગૌરક્ષા અને હાઇવે સુરક્ષા એ માત્ર તંત્રની જ નહીં પરંતુ સૌ નાગરિકોની પણ સંયુક્ત નૈતિક જવાબદારી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા મંદિરે ગોપીનાથજીને વિશેષ વાઘાનો શણગાર:આચાર્ય રાકેશપ્રસાદજીના જન્મદિને વિશેષ ઉત્સવ ઉજવાયો
    Next Article
    ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રુદ્રાભિષેક યજ્ઞ:શ્રાવણ માસ નિમિત્તે કંચન વાડીમાં ધાર્મિક આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment