Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં હોબાળો મચાવનાર વિદેશી નાગરિકનું રહસ્યમય મોત:ટ્રેનમાં મુસાફરો પર હુમલો અને ફાયર બોટલ ખાલી કરી, પૂછપરછ દરમિયાન અચાનક ઢળી પડ્યો

    1 day ago

    મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો સાથે ઝઘડો કરી ભારે ઉત્પાત મચાવનાર આશરે 45 વર્ષીય આફ્રિકન નાગરિકનું સુરત ખાતે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. ટ્રેનમાં મુસાફરો સાથે મારામારી કરવા ઉપરાંત ફાયર સેફ્ટીના સાધન વડે હુમલો કરનાર આ વિદેશી નાગરિકને સુરત રેલવે સ્ટેશને ઉતારીને આરપીએફ પોસ્ટ પર લવાયો હતો, જ્યાં પૂછપરછ દરમિયાન તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરો સાથે વિવાદ અને ઝપાઝપી બાંદ્રા ટર્મિનસથી ઉપડેલી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન આગળ વધી રહી હતી ત્યારે કંટ્રોલ રૂમ તરફથી પેટ્રોલિંગ કરી રહેલા RPF સ્ટાફને મેસેજ મળ્યો હતો કે આગળના જનરલ કોચમાં એક વિદેશી નાગરિક હોબાળો મચાવી રહ્યો છે. RPF જવાનો તાત્કાલિક ડબ્બામાં પહોંચ્યા ત્યારે આ શખ્સ મુસાફરો સાથે ઊંચા અવાજે તકરાર કરી રહ્યો હતો. જવાનોએ તેને અંગ્રેજીમાં સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉશ્કેરાયો હતો. યાત્રીઓ પર ફાયર ઇન્સ્ટિંગ્યુશર ખાલી કર્યું, મુસાફરોએ પણ ફટકાર્યો ચાલુ ટ્રેનમાં વિદેશી શખ્સે મુસાફરો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે ટ્રેનમાં લગાવેલું ફાયર એક્સ્ટીગ્યુઝર હાથમાં લઈ મુસાફરો પર સ્પ્રે કરી દીધું હતું. આ હંગામાને પગલે રોષે ભરાયેલા બે જેટલા મુસાફરોએ પણ તેનો સામનો કરી તેને માર માર્યો હતો. સ્થિતિ વણસતાં તાત્કાલિક સુરત કંટ્રોલ રૂમ, GRP અને RPFને જાણ કરવામાં આવી હતી. 15-20 જવાનોએ મહામહેનતે કાબૂ મેળવ્યો, સુરત સ્ટેશને ઉતારાયો ટ્રેન મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશને પહોંચતા જ પ્લેટફોર્મ પર પહેલેથી તહેનાત 15થી 20 જેટલા GRP અને RPFના જવાનોએ ડબ્બામાં પ્રવેશી ભારે જહેમત બાદ વિદેશી નાગરિક પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તેને ટ્રેનમાંથી નીચે ઉતારી સુરત RPF પોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બેભાન થયો, સ્મીમેરમાં તબીબોએ મૃત જાહેર કર્યો RPF પોસ્ટ ખાતે જ્યારે અધિકારીઓ તેની પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ તે ઢળી પડીને બેભાન થઈ ગયો હતો. પોલીસ મથકમાં અફરાતફરી મચી જતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઓળખના દસ્તાવેજો ના મળ્યા, રેલવે પોલીસે તપાસ તેજ કરી મૃતક પાસેથી હાલ કોઈ પાસપોર્ટ, વિઝા કે ઓળખકાર્ડ જેવા દસ્તાવેજો મળ્યા નથી. પ્રાથમિક તપાસ મુજબ તે મુંબઈથી દિલ્હી તરફ મુસાફરી કરી રહ્યો હતો. સુરત રેલવે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની સાચી ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે. આ સાથે જ ટ્રેનમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની ફરિયાદ નોંધવાની તેમજ વિદેશી નાગરિકના મોત પાછળના ચોક્કસ કારણો જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જીજાજીને વીડિયો કોલ કરી આત્મહત્યા કરનાર યુવકનો મૃતદેહ મળ્યો:ત્રણ દિવસની શોધખોળ બાદ ફાયર વિભાગે મહીસાગર નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો, પારિવારિક કંકાસમાં પગલું ભર્યાંની આશંકા
    Next Article
    નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે, 29 બાંધકામ કાયમી તૂટ્યા અને 35 રિપેર કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment