Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીજાજીને વીડિયો કોલ કરી આત્મહત્યા કરનાર યુવકનો મૃતદેહ મળ્યો:ત્રણ દિવસની શોધખોળ બાદ ફાયર વિભાગે મહીસાગર નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો, પારિવારિક કંકાસમાં પગલું ભર્યાંની આશંકા

    1 day ago

    વડોદરાના પદમલાના રબારીવાસમાં રહેતા 25 વર્ષીય ધર્મેશ જાદવે જૂના ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. નદીમાં ઝંપલાવતા પહેલાં તેણે પોતાના જીજાજી ચિરાગ સોલંકીને વોટ્સએપના માધ્યમથી ફોન કરીને "હું ફાજલપુર બ્રિજ પર છું, 10 મિનિટમાં આવી જાઓ નહીં તો નદીમાં કૂદી પડીશ, જમવા બેસતા નહીં" તેવી અંતિમ વાત કરી હતી. આ સાંભળીને ચિરાગભાઈ અન્ય સંબંધી સાથે તાબડતોબ બ્રિજ તરફ નીકળ્યા હતા અને ધર્મેશના મિત્રો પણ સ્થળ પર દોડી ગયા હતા. જો કે, તેઓ પહોંચે તે પહેલાં મોડું થઈ ચૂક્યું હતું. બ્રિજ પર માત્ર ધર્મેશની બાઈક પડી હતી અને તેણે નદીમાં ઝંપલાવી દીધું હતું. આખરે ત્રણ દિવસે ફાયર વિભાગે મૃતદેહ શોધી પોલીસને સોંપ્યો હતો. 4 વર્ષ પહેલા યુવકના છૂટાછેડા થયા હતા પરિવારના જણાવ્યા અનુસાર, ધર્મેશ GSFCમાં કોન્ટ્રાક્ટ પર વેલ્ડિંગનું કામ કરતો હતો. ચાર વર્ષ અગાઉ તેના છૂટાછેડા થયા હતા અને ત્રણ મહિના પહેલાં એક અકસ્માતમાં ખભાના ભાગે પાંચ ફ્રેક્ચર થતાં તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ દશામાના આગમન પહેલા ઘરમાં સામાન્ય પારિવારિક કકળાટથી મનમાં લાગી આવતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. 3 દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતાં જ TP-13 ફાયર સ્ટેશનની ટીમે બોટ અને બ્રીધિંગ એપેરેટસથી સજ્જ મરજીવાઓ સાથે મહીસાગર નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સતત ત્રણ દિવસ સુધી શોધખોળ બાદ આજે વહેલી સવારે ધર્મેશનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પંચનામા સહિતની આગળની તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. ફાજલપુર બ્રિજની જમણી બાજુ 75 ટકા જાળીનું કામ બાકી આ ઘટનાએ ફાજલપુર બ્રિજ પર સુરક્ષાના અભાવની ગંભીર બેદરકારી ફરી છતી કરી છે. નવા બ્રિજ પર આપઘાતના બનાવો રોકવા 6 ફૂટની પ્રોટેક્શન જાળી લગાવવામાં આવી છે, પરંતુ જૂના ફાજલપુર બ્રિજની જમણી બાજુ 75 ટકા જાળીનું કામ હજુ પણ અધૂરું છે. આ ખુલ્લા વિસ્તારમાંથી જ ધર્મેશે નદીમાં ઝંપલાવ્યું હતું. આ બ્રિજ પરથી સરેરાશ દર મહિને બે વ્યક્તિ આત્મહત્યા કરતી હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષા જાળીનું કામ પૂર્ણ કરવામાં ન આવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શાહરુખના ઘર 'મન્નત'માં બે સાપ ઘૂસ્યા:રેસ્ક્યૂ ટીમે 8 ફૂટ લાંબો એક સાપ પકડ્યો, બીજાની શોધખોળ ચાલુ
    Next Article
    સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં હોબાળો મચાવનાર વિદેશી નાગરિકનું રહસ્યમય મોત:ટ્રેનમાં મુસાફરો પર હુમલો અને ફાયર બોટલ ખાલી કરી, પૂછપરછ દરમિયાન અચાનક ઢળી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment