Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વન્ય પ્રાણી સપ્તાહ: વાઈલ્ડ લાઈફ ફોટો પ્રદર્શન શરૂ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને વન અધિકારી ભાવના દેસાઈએ ઉદ્ઘાટન કર્યું, 8 ઓક્ટોબર સુધી ખુલ્લું

    1 day ago

    ગુજરાત રાજ્ય વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને વન વિભાગના અધિકારી ભાવના દેસાઈએ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન “જૈવ વૈવિધ્યનું મહત્વ - Wildlife Today for a Brighter Tomorrow” થીમ પર આધારિત છે. તે 8 ઓક્ટોબર સુધી સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનમાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો દ્વારા કુદરતી વાતાવરણમાં લેવાયેલી વિવિધ વન્યજીવોની સુંદર તસવીરો રજૂ કરાઈ છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ પ્રદર્શનનો હેતુ વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વન્યજીવો અને જૈવ વૈવિધ્યનું મહત્વ સમજાય તે મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોટપ-દેલોલી રોડ પર 16 વર્ષીય કિશોરીને કન્ટેનરે અડફેટે લીધી:પેટના આંતરડા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા, મહેસાણા બાદ અમદાવાદ સિવિલમાં રિફર કરાઈ
    Next Article
    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, ઓફિસમાં ધક્કા થયા; 7મીથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment