Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંત ટેસ્ટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો:છગ્ગા સાથે 20મી હાફ સેન્ચુરી પૂરી કરી, ટીમ ઈન્ડિયાની લીડ 350ને પાર

    1 day ago

    ભારત-શ્રીલંકા વચ્ચેની ગૉલ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચોથા દિવસનું બીજું સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 178/7 છે. ટીમ તરફથી માનવ સુથાર અને કુલદીપ યાદવ ક્રિઝ પર છે. રિષભ પંતે લાહિરુ કુમારાના બોલ પર છગ્ગો લગાવીને ફિફ્ટી પૂરી કરી અને ટેસ્ટમાં 100 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય બેટર બન્યો. પંત 66 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. આ પહેલા ધ્રુવ જુરેલ 7 રન બનાવીને આઉટ થયો. યશસ્વી જયસ્વાલ 0, કેએલ રાહુલ 35, શુભમન ગિલ 8 અને દેવદત્ત પડિકલ 44 રન બનાવી શક્યો. ભારતની કુલ લીડ 350+ રનની થઈ ગઈ છે. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રને સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    What Broadcasters Know Before The First Ball Is Bowled
    Next Article
    શાહરુખના ઘર 'મન્નત'માં બે સાપ ઘૂસ્યા:રેસ્ક્યૂ ટીમે 8 ફૂટ લાંબો એક સાપ પકડ્યો, બીજાની શોધખોળ ચાલુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment