Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સમરસતા સંકલ્પ અભિયાન શરૂ:સંત રવિદાસ જયંતિ નિમિત્તે સમરસતા રથનું પ્રસ્થાન

    1 day ago

    વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ શરૂ કરાયું છે. આ અંતર્ગત કળશ વિતરણ અને ‘સમરસતા રથ’ પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના આગેવાનોએ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા પ્રભારી વિનયભાઈ શુક્લા, ધારાસભ્યો જીતુભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલ, પ્રદેશ વક્તા સુરેશભાઈ મકવાણા તેમજ ડો. રામાનંદજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સંત રવિદાસ મહારાજના સામાજિક સમરસતા, એકતા અને માનવ સેવાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ ‘સમરસતા રથ’ વલસાડ જિલ્લાના તમામ મંડળો અને વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો છે. કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના ઉખલા ગામમાં 3 યુવક કુવામાં પડતા મોત:11 લોકો જુગાર રમતા હતા, ભાગોની બૂમ પડતા જુગારીઓ ભાગ્યા હતા
    Next Article
    પાટણના નિર્મલનગરમાં બંધ પમ્પિંગ સ્ટેશન 10 દિવસમાં શરૂ:ધારાસભ્યની રજૂઆત બાદ ગટર ઉભરાવાની સમસ્યાનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment