Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના નિર્મલનગરમાં બંધ પમ્પિંગ સ્ટેશન 10 દિવસમાં શરૂ:ધારાસભ્યની રજૂઆત બાદ ગટર ઉભરાવાની સમસ્યાનો અંત

    1 day ago

    પાટણના નિર્મલનગર વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલું પમ્પિંગ સ્ટેશન ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆત બાદ 10 દિવસમાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. આના કારણે સ્થાનિક રહીશોને ગટર ઉભરાવાની ગંભીર સમસ્યામાંથી મોટી રાહત મળી છે. પાટણ શહેરના વોર્ડ નંબર 11 ના નિર્મલનગર વિસ્તારમાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા હતી. ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય કિરીટ પટેલે વિસ્તારની મુલાકાત લીધી હતી અને સમસ્યાની વિગતો મેળવી હતી. તપાસ કરતાં જણાયું કે વિસ્તારમાં આવેલું પમ્પિંગ સ્ટેશન લાંબા સમયથી બંધ હાલતમાં હતું. ધારાસભ્યએ તાત્કાલિક GUDCના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી પમ્પિંગ સ્ટેશન ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી. અધિકારીઓએ આ કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ધારાસભ્યની સતત રજૂઆત અને ફોલોઅપને કારણે નિર્ધારિત 10 દિવસની સમયમર્યાદામાં જ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું. પમ્પિંગ સ્ટેશન ફરી કાર્યરત થતાં નિર્મલનગર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનો અંત આવ્યો છે. આ કામગીરીથી સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સમરસતા સંકલ્પ અભિયાન શરૂ:સંત રવિદાસ જયંતિ નિમિત્તે સમરસતા રથનું પ્રસ્થાન
    Next Article
    Trump Cites Indian Poll Chief's Question To Make A Case For Save America Act

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment