Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી કર્મચારી મહાસંઘની ગોધરામાં રેલી:વિવિધ પડતર માંગણીઓ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    16 hours ago

    ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગોધરા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી, સેવા સદન ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ પ્લે કાર્ડ સાથે પોતાની માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં મુખ્યત્વે બાળકોને અપાતા ગરમ નાસ્તાના બિલોના દરમાં મોંઘવારીને ધ્યાને રાખી વધારો કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રો માટે ગેસના સિલિન્ડર કેન્દ્ર પર જ સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરાઈ હતી. અન્ય માંગણીઓમાં સિનિયોરિટીના આધારે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને પ્રમોશન આપવું, કેન્દ્રોમાં ખાલી પડેલી વર્કર અને હેલ્પરની જગ્યાઓ સત્વરે ભરવી, અને આંગણવાડીની મૂળ કામગીરી સિવાયની અન્ય બિનજરૂરી કામગીરી બહેનો પાસેથી કરાવવાનું બંધ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ભારતીય મજદૂર સંઘના ધરણા:પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર સુપરત
    Next Article
    ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સંગઠનો આક્રમક‎:મોરબી મનપાના ચોપડે કાયદેસર કતલખાનાની સંખ્યા શૂન્ય! જે ધમધમે છે તેની તંત્રને જાણ નથી?!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment