Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સંગઠનો આક્રમક‎:મોરબી મનપાના ચોપડે કાયદેસર કતલખાનાની સંખ્યા શૂન્ય! જે ધમધમે છે તેની તંત્રને જાણ નથી?!

    18 hours ago

    મોરબીમાં શ્રાવણ મહિના દરમિયાન માંસ અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ અને કતલખાના બંધ રાખવાનું જાહેરનામું અમલી બનાવાયું છે તો બીજી તરફ આરટીઆઇમાં એવી બાબત સામે આવી હતી કે મનપાના ચોપડે કાયદેસર કતલખાનાની સંખ્યા શૂન્ય છે. આથી હિન્દુ સંગઠનોના કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ અને આક્રોશ છવાયો છે કે મોરબીમાં જે કતલખાના ધમધમે છે તેની જાણ તંત્રને છે જ નહીં?! વિહિપ, બજરંગદળ સહિતના સંગઠનોના આગેવાનો મેયર, સ્ટે. ચેરમેનની સહી સાથેના આવેદનને લઇ કમિશનર પાસે ધસી ગયા હતા હિન્દુ સંગઠનોના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં જાહેરમાં માંસ અને ઈંડાના વેચાણ અંગેનું જાહેરનામું બહાર પડાયું હતું. આ જાહેરનામા સાથે એક મહાનગર પાલિકાએ એક આરટીઆઈ માં આપેલી એક વિગત સોશિયલ મીડિયા વહેતી થઈ હતી જેમાં મોરબીમાં મંજૂરીવાળા કતલખાનાની સંખ્યા શૂન્ય દશાર્વાઇ હતી. જો મહાપાલિકા વિસ્તારમાં સત્તાવાર રીતે એક પણ કતલખાના ન હોય તો મોરબીમાં આડેધડ ચાલતા કતલખાના કેમ ચાલી રહ્યા છે? આવા સવાલ ઉઠતા આજે મોરબીમાં વીએચપી અને બજરંગદળ અને અન્ય હિંદુ સંગઠનોના નેતાઓ આજે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને મેયર, ડેપ્યુટી મેયર,કારોબારી સમિતિ ચેરમેન અને સદસ્યોની સહીઓ સાથે આજે આવેદન પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને આ આવેદન પત્ર કમિશનરને સોપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી કર્મચારી મહાસંઘની ગોધરામાં રેલી:વિવિધ પડતર માંગણીઓ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું
    Next Article
    Meet Ayush Shetty, 20-Year-Old Who Entered Badminton Asia Championships Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment