Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળ, સાબરકાંઠાનાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા રાજકોટમાં વિરોધ:ક્વિઝ કોમ્પિટિશનમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા શિક્ષક સામે કાર્યવાહી

    2 days ago

    કેરળમાં ક્વિઝ સ્પર્ધા દરમિયાન વીર સાવરકર પર પ્રશ્ન પૂછનાર શિક્ષક અને ગુજરાતના સાબરકાંઠામાં મધ્યાહ્ન ભોજનમાં ગરોળી નીકળવાના મામલે શિક્ષકને સસ્પેન્ડ કરવા સામે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશના ૬૦૦ જિલ્લાઓમાંથી કેરળના મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રાજકોટમાં ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ (ABRSM) ના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી બંને શિક્ષકોનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે. ક્વિઝ પ્રશ્ન અને મધ્યાહ્ન ભોજન વિવાદ મહાસંઘના રાજકોટ જિલ્લા મંત્રી સાગર પોપટે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કેરળની એક શાળામાં ક્વિઝ દરમિયાન પ્રશ્નપત્ર બનાવનાર શિક્ષકે "કયા સ્વતંત્ર સેનાનીએ સૌથી વધુ પીડાઓ અને યાતનાઓ ભોગવી હતી?" તેવો પ્રશ્ન પૂછ્યો હતો, જેનો સાચો જવાબ ‘વીર સાવરકર’ હતો. આ પ્રશ્ન પૂછવા બદલ રાજકીય કિન્નાખોરી રાખી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના ઈડર તાલુકાની હસનપુર પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાં ગરોળી નીકળવાની ઘટનામાં શિક્ષકનો વાંક ન હોવા છતાં તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. મહાસંઘે આ બંને કિસ્સામાં થયેલી અન્યાયી કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવી બંને શિક્ષકોને તાત્કાલિક પૂર્વવત્ સેવામાં લેવા માગણી કરી છે. રાજકોટમાં રોગચાળાના કેસ ઘટીને 1885 થયા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરીના પરિણામે શહેરમાં રોગચાળાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વિવિધ બીમારીઓના કુલ 1885 કેસ સામે આવ્યા છે. મનપાની ટીમો દ્વારા મચ્છરોના બ્રીડિંગ અટકાવવા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ ચલાવી 393 મિલકતધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. અઠવાડિક રોગચાળાના આંકડા અને મનપાની કામગીરી આ ઉપરાંત ‘વન ડે, વન વોર્ડ’ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. 10માં 18,501 ઘરોની મુલાકાત લઈ 607 ઘરોમાંથી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ શંકાસ્પદ લક્ષણો ધરાવતા 39 લોકોના લોહીના નમૂના લેવાયા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરો બહાર સફાઈના નામે કોર્પોરેટરોનું ફોટોસેશન પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે રાજકોટના શિવ મંદિરો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશની જાહેરાત માત્ર કાગળ અને ફોટોસેશન પૂરતી સીમિત રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શાસક ભાજપ તેમજ વિપક્ષ કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાચી સફાઈ કરવાને બદલે હાથમાં સાવરણા પકડી પોઝ આપતા નજરે પડતાં શિવભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. માત્ર દેખાડો કરવાને બદલે કાયમી સફાઈની માગ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વોર્ડવાઈઝ મંદિરોના સરનામા જાહેર કરી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જોકે, ગ્રાઉન્ડ લેવલે કોર્પોરેટરો કચરા પાસે ઊભા રહીને હસતા મુખે ફોટો પડાવવામાં મશગૂલ જોવા મળ્યા હતા. જંગલેશ્વર વિસ્તારના વિપક્ષી કોર્પોરેટરો પણ આ ફોટોસેશનમાં પાછળ રહ્યા નહોતા. ભક્તોનું કહેવું છે કે, મંદિરો આસપાસ માત્ર શ્રાવણના પહેલા સોમવારે દેખાડો કરવાને બદલે આખું વર્ષ કાયમી ધોરણે સ્વચ્છતા જળવાય તેવા નક્કર પગલાં ભરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મનપામાં ભરતીના નામે મોટો ખેલ?:5 સિટી ઈજનેર અને IT ડાયરેક્ટર સહિત 8 અધિકારીઓની ભરતી પ્રક્રિયા રદ્દ, આખી પ્રક્રિયા ફરીથી કરવા મેયરનો આદેશ
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર:આત્મેશ્વર મંદિરે 10 હજાર કિલો બરફથી અમરનાથ ધામની અલૌકિક પ્રતિકૃતિ રચાઈ; બિલનાથ મંદિરે સંગીતમય શિવ આરાધના ગૂંજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment