Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર:આત્મેશ્વર મંદિરે 10 હજાર કિલો બરફથી અમરનાથ ધામની અલૌકિક પ્રતિકૃતિ રચાઈ; બિલનાથ મંદિરે સંગીતમય શિવ આરાધના ગૂંજી

    2 days ago

    પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢ શહેર સંપૂર્ણપણે શિવમય અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. વહેલી સવારથી જ શહેરના તમામ નાના-મોટા શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જળ, દૂધ, બીલીપત્ર અને પુષ્પો ચડાવીને ભોળાનાથના ચરણોમાં સીસ નમાવ્યું હતું. સંધ્યા સમયે શિવાલયોમાં "હર હર મહાદેવ" અને "જય ભોલેનાથ" ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિરો ગૂંજી ઉઠ્યા હતા. શહેરના અલગ-અલગ શિવાલયોમાં ધૂન, ભજન, મહાઆરતી તેમજ સંગીત સુરાવલીઓ વચ્ચે ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના સંપન્ન કરવામાં આવી હતી. સંગીતમય ભજનો અને શિવ સ્તોત્રોના તાલે વાતાવરણ ભક્તિમય ​શહેરના પ્રખ્યાત બિલનાથ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ ભગવાન શિવની વિશેષ પૂજા માટે પહોંચ્યા હતા. આ પવિત્ર અવસરે હરિઓમ પંચોલી અને તેમની ટીમ દ્વારા સુરોની મધુર સુરાવલીઓ સાથે ભવ્ય શિવ આરાધનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગીતમય ભજનો અને શિવ સ્તોત્રોના તાલે શિવાલયનું વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ શિવભક્તિના રસે લીન થઈ ગયા હતા. ​ઘરઆંગણે જ બાબા અમરનાથના દર્શન કરવાનો લહાવો લીધો બીજી તરફ, જૂનાગઢના રણછોડનગર વિસ્તારમાં આવેલા 20 વર્ષ જૂના આત્મેશ્વર મહાદેવ મંદિર ખાતે એક અત્યંત અલૌકિક અને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં 10,000 કિલો બરફનો ઉપયોગ કરીને સાક્ષાત બાબા અમરનાથ ધામની ભવ્ય પ્રતિકૃતિ (હિમલિંગ) તૈયાર કરવામાં આવી હતી. જે લોકો શારીરિક કે આર્થિક કારણોસર અમરનાથની કઠિન યાત્રાએ જઈ શકતા નથી, તેમણે આ આયોજનના માધ્યમથી ઘરઆંગણે જ બાબા અમરનાથના દર્શન કરવાનો લહાવો લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે મંદિરના યુવક મંડળ અને સેવકો દ્વારા દર્શનાર્થી ભાવિકોને રુદ્રાક્ષ, ચંદન, અભિષેક કરેલું પવિત્ર બીલીપત્ર અને શિવજીને અત્યંત પ્રિય એવી ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના આયોજક ચિરાગભાઈ પાસાણીએ જણાવ્યું હતું કે, આત્મેશ્વર મહાદેવ મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શ્રાવણ માસમાં ગ્રુપ મંડળ, આયોજક સમિતિ, સ્થાનિક વેપારીઓ અને આજુબાજુના રહીશોના પૂર્ણ સહકારથી અલગ-અલગ પ્રકારના દર્શન મનોરથ ગોઠવવામાં આવે છે. આ વર્ષે 10,000 કિલો બરફમાંથી અમરનાથ દર્શનનું ભવ્ય આયોજન કરાતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રાવણના પહેલા સોમવારે આવા દર્શન મળવાથી ભક્તોના મન પ્રસન્ન ​મંદિરે દર્શન કરવા આવેલા સ્થાનિક શ્રદ્ધાળુઓ માનસીબેન ઝાલાવડિયા, ગીતાબેન મોણપરા અને મેઘાબેને ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે, બરફ પર ચાલીને બીલીપત્રનો અભિષેક કરવાનો અને બાબા અમરનાથના દર્શન કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. આ ભવ્ય આયોજનને કારણે રણછોડનગર સોસાયટીના રહીશો અને આસપાસના તમામ ભાવિકોને સાક્ષાત અમરનાથ ધામ પહોંચ્યા હોય તેવી પવિત્ર અને અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. શ્રાવણના પહેલા સોમવારે આવા દર્શન મળવાથી મન પ્રસન્ન થઈ ગયું છે. તમામ શિવાલયોમાં ભોળાનાથની આરતીનું વિશેષ આયોજન ​આ સાથે જ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી એ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસ એટલે ભોળાનાથનો માસ છે અને મહાદેવના દર્શન માત્રથી મનુષ્યના તમામ દુઃખો અને કષ્ટો શમી જાય છે. ભીલનાથ મહાદેવના મંદિર ખાતે વર્ષ 2017માં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સ્થાપના થઈ ત્યારથી જ જૂનાગઢના તમામ શિવાલયોમાં ભોળાનાથની આરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી પૂર્વે અમારા સંગઠનના મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા દ્વારા આ પ્રકારે લાઈવ શિવ આરાધનાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધર્મલાભ લે છે.
    Click here to Read More
    Previous Article
    કેરળ, સાબરકાંઠાનાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા રાજકોટમાં વિરોધ:ક્વિઝ કોમ્પિટિશનમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા શિક્ષક સામે કાર્યવાહી
    Next Article
    Life Convict In Rs 1 Crore Kidnapping Case Arrested After 26 Years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment