Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં ભરતીના નામે મોટો ખેલ?:5 સિટી ઈજનેર અને IT ડાયરેક્ટર સહિત 8 અધિકારીઓની ભરતી પ્રક્રિયા રદ્દ, આખી પ્રક્રિયા ફરીથી કરવા મેયરનો આદેશ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં ઉચ્ચ અને મહત્વના હોદ્દાઓ પર મળતિયાઓને ગોઠવવા માટે રચાયેલા ખેલની આશંકા વચ્ચે મોટો રાજકીય અને વહીવટી ભૂકંપ સર્જાયો છે. મનપાના ૫ સિટી ઈજનેર, આઈટી ડાયરેક્ટર, ડેપ્યુટી સેક્રેટરી, પર્યાવરણ ઈજનેર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતની ૮ મહત્વની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી. જોકે, રવિવારે જાહેર રજાના દિવસે અચાનક મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કોઈ યોગ્ય ઉમેદવાર ન હોવાનું કારણ દર્શાવી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લે સમગ્ર પ્રક્રિયા નવેસરથી હાથ ધરવા કડક આદેશ જારી કર્યા છે. 300થી વધુ લાયક ઉમેદવારોને બાજુ પર રાખી માનીતાઓ માટે ‘ગોઠવણ’ની ચર્ચા પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડિશનલ સિટી ઈજનેર, સિટી ઈજનેર (સ્પેશિયલ) અને કાર્યપાલક ઈજનેર સહિતની કુલ 5 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ યોજાયા હતા. આ ભરતી પ્રક્રિયામાં 300થી વધુ ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભાગ લીધો હતો. લાયકાત ધરાવતા ઉમેદવારોને નજરઅંદાજ કરી મનપાના ઇન્ચાર્જ ઈજનેરો અને વહીવટી પાંખના માનીતાઓ માટે રસ્તો સાફ કરાયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા માટે ઇનહાઉસ ઇન્ટરવ્યૂના નામે ૫ ઉમેદવારોમાંથી પૂર્વ ઇન્ચાર્જ સેક્રેટરી સહિત 2 ઉમેદવારોના નામો પસંદ કરી કમિશ્નરે સિલેક્શન કમિટીને મોકલ્યા હતા. નાણાકીય વ્યવહારો અને સેટિંગના વિવાદ વચ્ચે ચૂંટણી આવી જતાં પ્રક્રિયા અટકી હતી ભરતી પ્રક્રિયા દરમિયાન મોટા પાયે આર્થિક વ્યવહારો અને પદોની વહેંચણીના આક્ષેપોથી ભારે વિવાદ સર્જાયો હતો. એ દરમિયાન મહાપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતાં તત્કાલીન શાસકોની સિલેક્શન કમિટીએ કામગીરી મોકૂફ રાખી હતી. ગઈકાલે રવિવારે રજાના દિવસે અચાનક બોલાવાયેલી ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠકમાં કમિશ્નર દ્વારા મોકલાયેલું ઉમેદવારોનું લિસ્ટ અને શંકાસ્પદ નિયમો જોઈ કમિટીના અધ્યક્ષ અને મેયર ડો. નેહલ શુક્લે સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. રદ કરાયેલી 8 મહત્વની જગ્યાઓ “ભરતીના નિયમોમાં મોટા ફેરફારો થશે”: મેયર ડો. નેહલ શુક્લ સમગ્ર મામલે મેયર ડો. નેહલ શુક્લે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા નામો નિયત પોસ્ટ માટે યોગ્ય જણાતા નહોતા. મહાપાલિકામાં પારદર્શિતા જળવાય તે હેતુથી હવે નવેસરથી જાહેરખબર બહાર પાડીને ભરતી કરવામાં આવશે. ભવિષ્યમાં કોઈપણ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ન થાય તે માટે ભરતીના નિયમોમાં પણ મોટા પાયે ફેરફાર કરવાના સંકેતો આપવામાં આવ્યા છે. હાલ પૂરતી તમામ 8 જગ્યાઓની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવાતાં વહીવટી આલમમાં ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં:વાહનમાં ચેડાં કર્યા હશે તો પેટ્રોલ-ડીઝલ અને CNG ન આપવા આદેશ, નિયમનો ભંગ કરનાર સામે FIR થશે; રાજકોટ CPનું જાહેરનામું
    Next Article
    કેરળ, સાબરકાંઠાનાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા રાજકોટમાં વિરોધ:ક્વિઝ કોમ્પિટિશનમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા શિક્ષક સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment