Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં:વાહનમાં ચેડાં કર્યા હશે તો પેટ્રોલ-ડીઝલ અને CNG ન આપવા આદેશ, નિયમનો ભંગ કરનાર સામે FIR થશે; રાજકોટ CPનું જાહેરનામું

    2 days ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર હદ વિસ્તારમાં સંખ્યાબંધ વાહન માલિકો તથા વાહન ચાલકો પોતાના વાહનની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ઈરાદાપુર્વક કાઢી નાખી, વાળી નાખી, ભુસી નાખી અથવા તેમાં અન્ય રીતે ચેડાં કરી વાહન ચલાવતા હોવાનું ધ્યાને આવતા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 'નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં'ના સૂત્ર સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન તથા સી.એન.જી. સ્ટેશનના માલિકો, ભાગીદારો, સંચાલકો, મેનેજરો તથા કર્મચારીઓને તેમજ તમામ વાહન માલિકો અને વાહન ચાલકોને લાગુ પડે તે રીતે હુકમ ફરમાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર હદમાં કાર્યરત કોઈ પણ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અથવા સી.એન.જી. સ્ટેશન દ્વારા એવા કોઈ પણ વાહનને પેટ્રોલ, ડીઝલ કે સી.એન.જી. પુરુ પાડવું નહીં જે વાહનની આગળ તથા પાછળ એમ બંને બાજુએ સ્પષ્ટ, દેખાય અને કાયદેસર માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલ ન હોય. આ ઉપરાંત રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખેલ, વાળેલ, તુટેલ, ઢાંકેલ, ભુસાયેલ, માટી, કીચડ વગેરેથી મેલી થવાથી અસ્પષ્ટ થયેલ અથવા જેમાં અક્ષર કદ, રંગ કે બનાવટમાં ફેરફાર કરેલ હોય તેવી નંબર પ્લેટ ધરાવતાં વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ પડશે. માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર વાહન પર લગાડેલ હોય તથા નંબર ઓફ ચોઈસ ફ્રી ભરેલ સર્ટીફીકેટ વાહન માલિક પાસે હાજર હોય જેમાં જે તે વાહનનો કામચલાઉ રજીસ્ટ્રર નંબર દર્શાવેલ હોય તેવા વાહનોને, માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબર દર્શાવતાં નવાં વાહનોને તથા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાનાં વાહનોને આ પ્રતિબંધની જોગવાઈ લાગુ પડશે નહીં. તમામ પેટ્રોલ પંપ/સી.એન.જી. સ્ટેશનના માલિકો તથા મેનેજરોએ પ્રવેશદ્વાર ઉપર તથા ડિસ્પેન્સિંગ યુનિટની નજીક, ગુજરાતી તથા હિન્દી/અંગ્રેજી ભાષામાં, ઓછામાં ઓછા 4*3 ફુટ માપનાં મોટા અને સ્પષ્ટ વંચાય તેવાં સુચના-બોર્ડ તાત્કાલિક પ્રદર્શિત કરવાનાં રહેશે, જેમાં પોલીસ કમિશનરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં. માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના વાહનને ઈંધણ આપવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ પર વાહનમાં નંબર પ્લેટ ન હોવાના કારણોસર ઈંધણ આપવાનો ઈન્કાર કરવામાં આવે તે સંજોગોમાં કોઈ વાહન ચાલક રકઝક કરે, ધાકધમકી આપે, બળનો ઉપયોગ કરે અથવા અવ્યવસ્થા ઊભી કરે, તો પેટ્રોલ પંપ સંચાલકોએ તે અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા ત્વરિત મદદ માટે 112 ડાયલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ જાહેરનામું તા.17.08.2026થી તા.16.10.2027 સુધી અમલમાં રહેશે. પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગે સી.સી.ટી.વી. આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટથી બચવા માટે નંબર પ્લેટ કાઢી દેવામાં આવ છે અને ચેડાં કરવામાં આવતા હોય છે જેના પરિણામે બેફામ અને ગફલતભર્યું ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ તથા મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ ની જોગવાઈના ગંભીર ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે. HSRP રજીસ્ટ્રેશન નંબર વગરના વાહનો જાહેર વ્યવસ્થા, જાહેર સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર અને તાત્કાલિક જોખમ ઊભું કરે છે કારણ કે ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઈન સ્નેચિંગ, લુંટ, ધાડ તથા સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં થતો હોવાનું ધ્યાન પર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીનો કલેકટરનો આદેશ:જિલ્લામાં વર્ષમાં 415 માંથી 31 ફૂડ સેમ્પલ ફેઈલ, કુવાડવામાં આધારકાર્ડ સર્વિસ સપ્તાહમાં શરૂ
    Next Article
    મનપામાં ભરતીના નામે મોટો ખેલ?:5 સિટી ઈજનેર અને IT ડાયરેક્ટર સહિત 8 અધિકારીઓની ભરતી પ્રક્રિયા રદ્દ, આખી પ્રક્રિયા ફરીથી કરવા મેયરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment