Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના બોરતળાવમાં ગટરનું ગંદું પાણી ભળતાં હોબાળો:કોંગ્રેસ નગરસેવકોએ વીડિયો વાયરલ કરી તંત્ર પર કર્યા પ્રહાર, કમિટી ચેરમેને આપી કાયમી ઉકેલની ખાતરી

    2 days ago

    ભાવનગર શહેરની જીવાદોરી અને પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ઐતિહાસિક બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અડધા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં ડ્રેનેજ લાઇનનું પાણી ભળવાની ઘટનાને પગલે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકોએ સ્થળ મુલાકાત લઈ શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કમિશનર સામે આકરા પ્રહારો કર્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને જૂની ડ્રેનેજ લાઇનની ખામી સ્વીકારી તાત્કાલિક કાયમી નિકાલની ખાતરી આપી છે. “તંત્ર અડધા ભાવનગરને દૂષિત પાણી પાઈ રહ્યું છે”: કોંગ્રેસ નગરસેવક બોરતળાવ વિસ્તારના નગરસેવક જયદીપસિંહ ગોહિલ અને કાંતિભાઈ દ્વારા બોરતળાવ પમ્પિંગ સ્ટેશન નજીકના વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરસેવકોએ આક્ષેપ કર્યો કે, બોરતળાવમાંથી શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ તળાવમાં ખુલ્લેઆમ ડ્રેનેજનું ગંદું પાણી ભળવા દેવું એ સીધેસીધું નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. સ્થાનિક રહીશો અને પ્રતિનિધિઓ દ્વારા અગાઉ અસંખ્ય વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ડૂબ વિસ્તારમાં આવતી તમામ જૂની ડ્રેનેજ લાઇનો તાત્કાલિક હટાવીને તેનું અપગ્રેડેશન કરવામાં આવે અને ગટરનું પાણી તળાવમાં આવતું સદંતર બંધ થાય. ‘નવી લાઇન નાખી પાણી અન્ય દિશામાં વાળવામાં આવશે’ વિવાદ વકરતાં ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન કિશન મહેતાએ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ગૌરીશંકર સરોવરના છેવાડાના ભાગમાં આવેલી ડ્રેનેજ લાઇન અત્યંત જૂની હોવાથી તેમાં તકલીફ સર્જાઈ છે અને તેનું પાણી તળાવ તરફ વહી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. સંબંધિત એન્જિનિયરિંગ વિભાગ સાથે સંકલન સાધીને ઈશ્વરિયા તરફની ડ્રેનેજ લાઇનનો ટેકનિકલ સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. નવી પાઇપલાઇન અપગ્રેડ કરીને સમગ્ર ડ્રેનેજના પ્રવાહને અન્ય સુરક્ષિત દિશામાં ટ્રાન્સફર (ડાયવર્ટ) કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્ય અને હિતને ધ્યાને રાખી આ પ્રશ્નનો ખૂબ જ ટૂંકા ગાળામાં કાયમી નિકાલ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    10 વર્ષની સગીરાનું જાતીય શોષણ:વેફર અને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં અંદર બોલાવી બીભત્સ ચેનચાળા કર્યા, કારીગર જોઈ જતા ભાંડો ફૂટ્યો
    Next Article
    'નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં':રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, વાહનમાં ચેડાં કર્યા હશે તો પેટ્રોલ-ડીઝલ અને CNG ન આપવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment