Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય:મિલકત અને પાણીવેરામાં વ્યાજમાફી યોજનાની મુદત મહિનો લંબાવાઈ, ઓક્ટોબરનાં અંત સુધી10 હજારની વ્યાજમાફી મળશે

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા અને પાણીવેરામાં રૂ. 5-5 હજાર મળી કુલ રૂ. 10 હજાર સુધીની વ્યાજમાફી યોજનાની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાનો અગાઉ મોટી સંખ્યામાં નાના બાકીદારોએ લાભ લઈ ચુક્યા છે. જોકે ઘણા લોકો બાકી હોવાથી મુદ્દત 1 મહિનો વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગત 30 સપ્ટેમ્બરે યોજનાની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં, અમલવારી ચાલુ રાખવામાં આવી હતી. હવે મુદ્દત વધારાથી વધુ બાકીદારો પૂરેપૂરો વેરો ભરપાઈ કરી શકશે. બીજી તરફ, મુદ્દલ રકમની તુલનાએ વ્યાજ વધુ હોય તો મુદ્દલ જેટલું જ વ્યાજ વસૂલવાના શાસકોના ઠરાવ અંગે વહીવટી તંત્ર સાથે મડાગાંઠ સર્જાઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, આવાસ યોજનામાં રહેતા લોકો સહિતનાં અનેક નાગરિકો પૂરતા પ્રમાણમાં આ સ્કીમનો લાભ લઈ શક્યા નહોતા. આ બાબતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વ્યાજમાફી યોજના વધુ એક મહિનો લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હવે કરદાતાઓ ઓક્ટોબર મહિનાના અંત સુધી મિલકત અને પાણીવેરા બંનેમાં રૂ. 5-5 હજારની વ્યાજમાફીનો લાભ મેળવી શકશે. ત્યારે વધુમાં વધુ લોકોને વ્યાજમાફી યોજનાનો લાભ લેવાની અપીલ પણ તેમણે કરી છે. રાજકોટ મનપાની શિક્ષણ સમિતિનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂકમાં વિલંબ મનપાની શિક્ષણ સમિતિના નવા 15 સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા અટકી જતાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂકમાં વિલંબ થયો છે. તાજેતરમાં ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. સરકાર તરફથી નિમાતા 3 સભ્યોમાંથી 2 નામોની ભલામણ ભાજપે કરી છે, જ્યારે ત્રીજા સભ્ય તરીકે એવીપીટીના પ્રિન્સિપાલ પંડ્યાનું નામ નક્કી કરાયું છે. સામાકાંઠાના એક મહિલા સભ્યની શૈક્ષણિક લાયકાત અંગે પ્રદેશ પાસે માર્ગદર્શન મંગાયું છે. સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થયાના 3 અઠવાડિયામાં પ્રથમ બેઠક બોલાવવામાં આવે છે, જેમાં હોદ્દેદારોની પસંદગી થાય છે. પરંતુ હાલ નામો મોકલવાની અને ગેઝેટમાં પ્રસિદ્ધિની પ્રક્રિયા સ્થગિત થતાં પ્રથમ મીટિંગ પણ મોડી યોજાય તેવી શક્યતા છે. સિવિલમાં કીકી પ્રત્યારોપણથી લઈ મોતીયા, જામર જેવી જટિલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવાય છે. આ નિમિત્તે રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના નેત્ર રોગ વિભાગ દ્વારા દર્દીઓને અપાતી ઉત્કૃષ્ટ સેવાઓ અને આંખની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દરરોજ 200 થી 250 દર્દીઓની ઓપીડી નોંધાય છે, જ્યાં મોતિયા, ત્રાંસી આંખ, જામર તેમજ કીકી પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ) જેવી તમામ જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત, અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓની આંખોનું સ્ક્રીનિંગ અને 24 કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. સાથે તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મોબાઈલના વધુ પડતા વપરાશથી બાળકોમાં ચશ્માના નંબર વધી રહ્યા છે, તેથી વાલીઓએ સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બાળકોને વિટામિન 'A' યુક્ત પોષક આહાર આપવો અને 40 વર્ષથી વધુ વયના લોકોએ નિયમિત આંખોની તપાસ કરાવવી જોઈએ. કોઈપણ તકલીફમાં જાતે ટીપાં વાપરવાને બદલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અને મૃત્યુ બાદ નેત્રદાન કરવાનો સંકલ્પ લેવા પણ તબીબોએ અનુરોધ કર્યો છે. નવરાત્રીમાં માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા વિહીપ અને બજરંગ દળે માંગ ઉઠાવી રાજકોટમાં દર વર્ષે તહેવારો પર માંસ-મટનના વેંચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ તેની અમલવારી માત્ર સરકારી ધોરણે જ થતી રહે છે. રવિવારથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ સંજોગોમાં નવરાત્રીના દિવસોમાં રાજકોટ શહેર સરહદમાં માંસાહારના ઉત્પાદન અને વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે માંગણી ઉઠી છે. આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ આજે સાંજે મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવશે. નવરાત્રીનાં તહેવારોના પવિત્ર દિવસોમાં માંસ-મટનનું વેંચાણ બંધ રહે તે માટે હિન્દુ સંગઠનના આગેવાનો મનપા તંત્ર સમક્ષ કડક રજુઆત કરશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મોરબીમાં પણ વિહીપ સહિતના સંગઠનો દ્વારા રેલી કાઢીને કતલખાના બંધ કરાવવા રજુઆત કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક મનપા દ્વારા કતલખાના બંધ કરાવવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. રાજકોટમાં પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વ. હસુમતીબેનની સ્મૃતિમાં હેલ્પ્સ ફાઉન્ડેશને શાળાના બાળકોને ભોજન કરાવ્યું:નંદલાલ પટેલના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને મિષ્ટાન ભોજન કરાવી સેવાભાવનો સંદેશ અપાયો
    Next Article
    Delhi Capitals Head Coach Sourav Ganguly Clarifies Rishabh Pant's Role

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment