Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ શ્રાવણી સોમવાર અને નાગપાંચમનો પવિત્ર સંયોગ:સિદ્ધનાથ મહાદેવ સાથે નાગદેવતાના દર્શન-પૂજન

    1 day ago

    શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને નાગપાંચમનો પવિત્ર સંયોગ એક જ દિવસે થતાં જામનગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરના સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર અને તેની નજીક આવેલા નાગદેવતા મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન-અર્ચન માટે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ નાગદેવતાને ધૂપ, દીપ, પુષ્પ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. હિન્દુ ધર્મમાં નાગપાંચમના પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી આવે તેવી માન્યતા છે. આ ઉપરાંત, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી ભગવાન શિવ પ્રત્યે પણ ભક્તોમાં અપાર શ્રદ્ધા જોવા મળી હતી. અનેક ભક્તોએ નાગદેવતાના દર્શનની સાથે સિદ્ધનાથ મહાદેવના દર્શનનો પણ લાભ લીધો હતો. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શહેરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કાલેડા ગામના અગ્રણીઓ DPEOને મળ્યા:શાળામાં શિક્ષણ કથળવા અને પ્રવેશ ન આપવા મુદ્દે રજૂઆત, વાલીઓ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો
    Next Article
    ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા અમદાવાદના ત્રણ શખ્સો ઝડપાયા:પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને સિંહ પજવણીનો આક્ષેપ, વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment