Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા અમદાવાદના ત્રણ શખ્સો ઝડપાયા:પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને સિંહ પજવણીનો આક્ષેપ, વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી

    1 day ago

    ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તેમજ સિંહને પજવણી જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે. જસાધાર રેન્જમાં વન વિભાગની તાત્કાલિક કાર્યવાહી જસાધાર રેન્જ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે બહારથી આવેલા કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા તેમજ સિંહને પજવણી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાની માહિતી વન વિભાગને મળી હતી. માહિતીના આધારે જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદના નિકોલના ત્રણ શખ્સો ઝડપાયા વન વિભાગે ઝડપી પાડેલા શખ્સોમાં અમદાવાદના નિકોલ વિસ્તારના આશિષ મનસુખભાઈ વિરાણી (ઉં.વ. 40), અર્ચિત કિશોરભાઈ જિયાણી (ઉં.વ. 28) અને ધવલ કિશોરભાઈ વસોયા (ઉં.વ. 36)નો સમાવેશ થાય છે. વન્યજીવ અધિનિયમ હેઠળ કાર્યવાહી પકડાયેલા ત્રણેય શખ્સો સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 સહિત લાગુ પડતી અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર જેવા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગની ટીમે હાથ ધરી કામગીરી આ સમગ્ર કામગીરી જસાધાર રેન્જના વનપાલ એમ.એચ. સોંદરવા, વનપાલ આર.એન. મોરી, વનરક્ષક ડી.એન. વાઢેલ અને વનરક્ષક એન.એસ. ગમારા દ્વારા કરવામાં આવી હતી. વન વિભાગે પ્રવાસીઓ તેમજ બહારગામથી ગીર વિસ્તારમાં આવતા મુલાકાતીઓને અપીલ કરી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી અથવા વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ ન કરવામાં આવે. આવી પ્રવૃત્તિ વન્યજીવો તેમજ માનવ સુરક્ષા માટે જોખમી બનવાની સાથે કાયદેસર ગુનો પણ બની શકે છે. સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી અથવા અન્ય કોઈ શંકાસ્પદ વન્યજીવ સંબંધિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના વન વિભાગના અધિકારી અથવા કર્મચારીને જાણ કરે. ગીરના સિંહો અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે સૌનો સહયોગ જરૂરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રથમ શ્રાવણી સોમવાર અને નાગપાંચમનો પવિત્ર સંયોગ:સિદ્ધનાથ મહાદેવ સાથે નાગદેવતાના દર્શન-પૂજન
    Next Article
    પશ્ચિમ કચ્છ LCBએ ચોરાયેલી બાઇક સાથે યુવકને પકડ્યો:વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, વધુ તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment