Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસનો માર્ગ બદલાયો:ઢસા જંક્શન પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીલી ઝંડી દર્શાવી

    21 hours ago

    રેલવે બોર્ડની મંજૂરી બાદ વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26902/26901) ના પરિવર્તિત માર્ગનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઢસા રેલવે સ્ટેશન પર આયોજિત સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા અને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદજી બલદેવદાસ ટુંડિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ શુભારંભ કાર્યક્રમમાં ભાવનગરના માનનીય સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઢસા જંક્શન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જનપ્રતિનિધિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. નિમુબેન બાંભણિયા અને શંભુપ્રસાદજી ટુંડિયાએ અન્ય જનપ્રતિનિધિઓ સાથે બોટાદ રેલવે સ્ટેશનથી ઢસા જંક્શન સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. પરિવર્તિત માર્ગ બાદ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ હવે જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આનાથી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના મહત્વપૂર્ણ વિસ્તારો વચ્ચે ઝડપી, સુવિધાજનક અને આધુનિક રેલ કનેક્ટિવિટીને વેગ મળશે. ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેન વેરાવળથી બપોરે 15:50 કલાકે ઉપડી રાત્રે 22:25 કલાકે સાબરમતી પહોંચશે. તેના સ્ટોપેજ અને આગમનનો સમય નીચે મુજબ રહેશે: જૂનાગઢ: 16:48 કલાકે, ચીતલ: 18:04 કલાકે, ઢસા: 18:28 કલાકે, ધોળા: 18:50 કલાકે, બોટાદ: 19:30 કલાકે, ધંધુકા: 20:10 કલાકે, ધોળકા: 21:00 કલાકે, ગાંધીગ્રામ: 21:50 કલાકે. તેવી જ રીતે, ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પણ ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેન સાબરમતીથી સવારે 06:00 કલાકે ઉપડી બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચશે. તેના સ્ટોપેજ અને આગમનનો સમય નીચે મુજબ રહેશે: ગાંધીગ્રામ: 06:16 કલાકે, ધોળકા: 06:50 કલાકે, ધંધુકા: 07:35 કલાકે, બોટાદ: 08:20 કલાકે, ધોળા: 08:48 કલાકે, ઢસા: 09:17 કલાકે, ચીતલ: 09:43 કલાકે, જૂનાગઢ: 11:00 કલાકે. વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 08 કોચ છે, જેમાં ચેર કાર શ્રેણીના 07 કોચ તથા એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીનો 01 કોચ સામેલ છે. આ પરિવર્તિત માર્ગથી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારો વચ્ચે રેલ મુસાફરીનો લાભ મળશે. આ માહિતી પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા એક યાદીમાં આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ ઝોનના 6 વોર્ડમાં આવતીકાલે સાંજે પાણી બંધ રહેશે:19મીએ સવારે ઓછું આવશે, સાબરમતીમાં મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું
    Next Article
    સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસ:24 કલાક ફરજ પર રહેતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા, મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલ્નેસ સેન્ટરનું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment