Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ ઝોનના 6 વોર્ડમાં આવતીકાલે સાંજે પાણી બંધ રહેશે:19મીએ સવારે ઓછું આવશે, સાબરમતીમાં મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું

    20 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનના સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પુરવઠો પૂરો પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે લીકેજ થયું છે. તા.18 ઓગસ્ટ, 2026ના રોજ તેના સમારકામની કામગીરી કરવામાં આવશે. 18 ઓગસ્ટે સાંજે પાણી પુરવઠો બંધ રહેશે આ કામગીરીને કારણે કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી 18 ઓગસ્ટના રોજ સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં, તેમજ 19 ઓગસ્ટના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા અનુસાર આપવામાં આવશે. પશ્ચિમ ઝોનના ઉપરોક્ત વિસ્તારોના નાગરિકોને આ બાબતની નોંધ લઈ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ અગાઉથી કરી રાખવા તથા સમારકામની કામગીરી દરમિયાન સહકાર આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા દિને અસારવા સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન:38 વર્ષીય બુધાભાઈ પરમારના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન
    Next Article
    વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસનો માર્ગ બદલાયો:ઢસા જંક્શન પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીલી ઝંડી દર્શાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment