Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા દિને અસારવા સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન:38 વર્ષીય બુધાભાઈ પરમારના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન

    19 hours ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫ ઓગસ્ટના પાવન પર્વની વહેલી સવારે 251મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 38 વર્ષીય બુધાભાઈ પરમાર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ બ્રેઈન ડેડ જાહેર થતાં પરિવારે ભારે હૈયે અંગદાનનો ઉમદા અને સંવેદનશીલ નિર્ણય લીધો હતો. પરિવારના આ ઐતિહાસિક નિર્ણયથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. 10 ઓગસ્ટે માર્ગ અકસ્માત, 14 ઓગસ્ટે બ્રેઈન ડેડ જાહેર કરાયા મળતી વિગતો અનુસાર, કપડવંજના રહેવાસી 38 વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર 10 ઓગસ્ટના રોજ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની રાઉન્ડ ધ ક્લોક સઘન સારવાર છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં, તબીબી પેનલ દ્વારા 14 ઓગસ્ટના રોજ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. પત્ની અને પરિવારે હિંમત દાખવી અંગદાનની સંમતિ આપી પરિવાર પર આવી પડેલા વજ્રપાત અને જીવનસાથી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ મૃતકના ધર્મપત્ની ભાવનાબેન તેમજ પરિવારજનોએ અત્યંત સંવેદનશીલતા દાખવી હતી. સિવિલ હોસ્પિટલની અંગદાન કાઉન્સિલિંગ ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ પરિવારે માનવતાના હિતમાં તમામ અંગોના દાન માટે લેખિત મંજૂરી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનું અંગદાન વિશ્લેષણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વ પર બ્રેઈન ડેડ દર્દીના અંગો થકી અન્ય નાગરિકોને નવજીવન આપવું એ સાચી રાષ્ટ્રસેવા અને સર્વોચ્ચ માનવતાનું ઉદાહરણ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 251 બ્રેઈન ડેડ દર્દીઓના અંગદાન થકી કુલ 1079 જેટલા અંગો અને પેશીઓ મેળવી દેશભરના સેંકડો લાચાર દર્દીઓને પુનઃજીવન બક્ષવામાં સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના ચાર નેતા ભાજપ રાષ્ટ્રીય ટીમમાં સામેલ:ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમના મંડાણ, પગાર પેન્શનના પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન,સિવિલના સાતમાં માળેથી કૂદી મહિલાનો આપઘાત
    Next Article
    પશ્ચિમ ઝોનના 6 વોર્ડમાં આવતીકાલે સાંજે પાણી બંધ રહેશે:19મીએ સવારે ઓછું આવશે, સાબરમતીમાં મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment