Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે વીડિયોકોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો:યુવતીના પગમાં કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો, બ્લેકમેલ કરી રહેલા અમદાવાદના યુવક સામે ફરિયાદ

    10 hours ago

    અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતી અને ફોરેન્સિક સાયન્સની 19 વર્ષીય વિદ્યાર્થિનીને બોયફ્રેન્ડ પર આંધળો વિશ્વાસ મૂકવો ભારે પડ્યો. બોયફ્રેન્ડે પોતાનું ઈન્સ્ટાગ્રામ બરોબર ચાલતું ન હોવાનું કહી ગર્લફ્રેન્ડનું આઈડી-પાસવર્ડ મેળવી લીધા. બાદમાં તેના પરથી વીડિયો કોલ કરી કપડા ઉતરાવી ન્યૂડ વીડિયો બનાવી લીધો. યુવતીને બ્લેકમેલ કરી કાતરથી તેના પગમાં પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો. વિકૃતિની હદ પાર કરનાર આરોપી આટલેથી ન અટક્યો અને ગર્લફ્રેન્ડ પાસેથી દર મહિને પૈસાની ઉઘરાણી કરવા લાગ્યો. અંતે કંટાળેલી યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હોવાનું કહી ગર્લફ્રેન્ડના ID-પાસવર્ડ મેળવ્યા અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતી યુવતીએ સેટેલાઈટમાં રહેતા કર્તવ્ય મણિયાર નામના બોયફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકે થોડા દિવસ પહેલા યુવતીને ફોન કરી કહ્યું કે, 'મારું ઈન્સ્ટાગ્રામ બરોબર કામ કરતું નથી તો તું મને તારા ઈન્સ્ટાગ્રામના ID-પાસવર્ડ આપ'. યુવતીએ ભરોસો કરી કર્તવ્યને તેના ID-પાસવર્ડ આપી દીધો.બાદમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ અને મેટા એકાઉન્ટ સબંધિત ડેટા ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો. જેથી તેને પૂછતાં તેને કહ્યું કે, તેની મરજીથી બંધ મરી દેશે. આરોપી યુવકે ભરોસાનો ગેરફાયદો ઉઠાવી ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યો અને કપડા ઉતારવા મજબૂર કરી. ત્યારબાદ ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલીંગ શરૂ કર્યું. યુવતીના પગ પર કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો વિકૃતીની હદ પાર કરનારા કર્તવ્યએ પીડિત વિદ્યાર્થિનીને તેના જ પગ પર કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો. જેના કારણે યુવતીને ગંભીર ઈજા પણ પહોંચી. વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પૈસાની માગણી શરૂ કરી કર્તવ્ય પાસે ગર્લફ્રેન્ડનો જે ન્યૂડ વીડિયો હતો તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસાની ઉઘરાણી શરૂ કરી. કર્તવ્યએ પીડિતાને કહ્યું કે,જ્યાં સુધી તું દર મહિને રૂ.10 હજાર આપીશ ત્યાં સુધી આ વીડિયો સુરક્ષિત રહેશે. મારે અલગ અલગ છોકરીઓ સાથે ડેટિંગ માટે રૂપિયા જોઈએ છે. જેથી યુવતીએ ગભરાઈને બોયફ્રેન્ડને રૂ. 4 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આટલું જ નહીં તેને યુવતીનો ચેહરો બ્લર કરીને યુવતીના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બીભત્સ લખાણ સાથે ફોટો વાઇરલ કર્યો. તેમજ અન્ય એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકીને યુવતીને બદનામ કરી. ઉપરાંત ગર્લફ્રેન્ડને અન્ય કોઈ સાથે સંબંધ રાખવા ના પાડી હતી. બોપલ પોલીસ સ્ટેશનમાં કર્તવ્ય સામે ફરિયાદ આરોપીનો ત્રાસ વધી જતા યુવતીના મિત્રોએ સમજાવ્યો, યુવતીના માતાપિતાએ પણ કર્તવ્યના માતાપિતા સાથે વાત કરી. પરંતુ, યોગ્ય રસ્તો ન નીકળ્યો અને અંતે મામલો બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યો. યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જેથી યુવતીના મિત્રોએ કર્તવ્યને સમજાવ્યો હતો. જે બાદ તેને કર્તવ્યને બ્લોક કર્યો હતો. તેમજ યુવતીના માતાપિતાએ કર્તવ્યના માતાપિતા સાથે વાત કરી પરંતુ યોગ્ય સમાધાન થયું ન હતું. આ અંગે યુવતીએ બોયફ્રેન્ડ કર્તવ્ય મણીયાર સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારના સલાહકારે કહ્યું- E20 ઇંધણથી ગાડીઓને નુકસાન:E10 પેટ્રોલ ફરી લાવવાની સલાહ આપી, ખાદ્ય સંકટની પણ વાત કરી
    Next Article
    જૂનાગઢ સિવિલનાં 7મા માળેથી મહિલાએ ઝંપલાવ્યું:આત્મહત્યા પહેલા ચિઠ્ઠી લખીને પુત્રને કહ્યું-ચીકુનું ધ્યાન રાખજે, 'દીકરા મને જીવવુ ગમતું ન હતું, મને માનસિક વધી ગયું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment