Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી:જામનગરમાં ટેપ ધીમું વગાડવાનું કહેતા યુવાન પર હુમલો કરી અપહરણ કર્યુ

    21 hours ago

    જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા હનુમાન ચોકમાં રહેતા જીતેન્દ્ર દિનેશભાઈ મકવાણા (ઉ.વ. 18) નામના યુવાને પાંચેક દિવસ પહેલાં કારમાં મોટા અવાજે ટેપ વગાડતા ભરત મેર નામના શખ્સને અવાજ ધીમો કરવાનું કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થતાં ભરતે ગાળો ભાંડી હતી. આ બાબતનો ખાર રાખી સાંજે જીતેન્દ્ર ઢીંચડા રોડ પર આવેલ એક ગેરેજમાં મિત્રની કાર લેવા ગયો ત્યારે ધસી આવેલા ભરત મેર, અનિલ મેર, ધવલ ગુઢકા અને મેંદીયા વાઘેર નામના ચાર શખ્સોએ તેને અટકાવ્યો હતો. આ શખ્સોએ કારની ચાવી બળજબરીથી પડાવી લીધી હતી અને છરી બતાવી પૈસાની માગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં જીતેન્દ્રને છરી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારપછી ચારેય શખ્સોએ બળજબરીથી જીતેન્દ્રનું કારમાં અપહરણ કરી લીધું હતું. આરોપીઓની ચુંગાલમાંથી છૂટ્યા બાદ જીતેન્દ્રએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓની જુદી-જુદી દિશામાં શોધખોળ આરંભી છે.
    Click here to Read More
    Previous Article
    ગામમાં ક્ષત્રિય સમાજના કોમ્યુનિટી હોલ બનવામાં આવ્યો:જામવંથલીના તમાચણ ગામને પેવર બ્લોક , સ્નાન ઘાટ, સ્માર્ટ બોર્ડ સહિતની સુવિધાથી સજ્જ કરાયું
    Next Article
    IHC સહિતના વિશિષ્ટ ટેસ્ટનો સમાવેશ થતાં નવો રેકોર્ડ‎:લેબ.ને 160 ટેસ્ટ માટે 2030 સુધી NABL એક્રેડિટેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment