Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામમાં ક્ષત્રિય સમાજના કોમ્યુનિટી હોલ બનવામાં આવ્યો:જામવંથલીના તમાચણ ગામને પેવર બ્લોક , સ્નાન ઘાટ, સ્માર્ટ બોર્ડ સહિતની સુવિધાથી સજ્જ કરાયું

    22 hours ago

    જામનગર તાલુકાના જામવંથલી ગામથી અને જામનગરની 40 કિમી દૂર આવેલા તમાચણ ગામ 1200 ની વસ્તી ધરાવે છે અહીં તમામ જ્ઞાતિના લોકો રહે છે મોટેભાગે આ ગામમાં ગ્રામજનો ખેતી પર આધારિત છે. ગામમાં લોકોને સરળતાથી સુવિધા મળી રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ગામમાં લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત સ્મશાનમાં પણ પેપર બ્લોક નાખવામાં આવ્યા છે. ગ્રામ જનો માટે ખાસ સ્નાનઘાટ પણ બનાવવામાં આવ્યો છે. ગામના બાળકોને સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ગામોમાં શાળાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બાળકો માટે ખાસ સ્માર્ટ બોટ પણ મૂકવામાં આવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ ના સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીનું પરબ પર મૂકવામાં આવ્યું છે. ગામના લોકો સારી રીતે પોતાનો સામાજિક પ્રસંગ પાર પાડી શકે તે માટે હાલમાં ક્ષત્રિય સમાજના કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ગામમાં શિયાળો ઉનાળો અને ચોમાસા સહિતની ઋતુમાં પાણીની તકલીફ ન પડે પાણીનો સંગ્રહ વધુને વધુ થાય તે માટે ચેક ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે કામ માટે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત પણ કરવામાં આવી છે. ગામમાં 2 સ્થળો પર શૌચાલય બનાવવામાં આવ્યા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગંદકીના કારણે ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતા રાખવાનો સંદેશ ગ્રામજનોને આપવામાં આવે છે આ ઉપરાંત ગામના અલગ અલગ સ્થળો પર શૌચાલય બનાવવામાં આવ્યા છે
    Click here to Read More
    Previous Article
    તિરુપતિ ટાઉનશીપ સહિતના રોડ સુધી રસ્તાની હાલત બગડી‎:નાગલપુર સર્વિસ રોડ પર 100 મીટરમાં સળંગ 15થી વધુ ખાડા
    Next Article
    હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી:જામનગરમાં ટેપ ધીમું વગાડવાનું કહેતા યુવાન પર હુમલો કરી અપહરણ કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment