Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IHC સહિતના વિશિષ્ટ ટેસ્ટનો સમાવેશ થતાં નવો રેકોર્ડ‎:લેબ.ને 160 ટેસ્ટ માટે 2030 સુધી NABL એક્રેડિટેશન

    20 hours ago

    જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની લેબોરેટરીએ મેડિકલ તપાસના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લેબોરેટરીને કુલ 160 વિવિધ ટેસ્ટ માટે વર્ષ 2030 સુધી એન.એ.બી.એલ એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. એકસાથે 160 ટેસ્ટને એન.એ.બી.એલના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યા હોવાની આ સિદ્ધિ ગુજરાતની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં રેકોર્ડબ્રેકિંગ હોવાનું જણાવાયું છે. આ વખતે એન.એ.બી.એલ એક્રેડિટેશનના સ્કોપને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે અને અગાઉની સરખામણીએ અનેક નવી તપાસોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીન આઈ. એચ .સી.(ઈમ્યુનોહિસ્ટોકે મિસ્ટ્રી) જેવી મહત્વપૂર્ણ અને વિશિષ્ટ તપાસને પણ એન.એ.બી.એલ.ના સ્કોપ હેઠળ આવરી લેવામાં આવી છે. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. વિજય પોપટ, જેઓ લેબ ડાયરેક્ટર અને પેથોલોજી વિભાગના વડા તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે, તેમણે આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગ, એન.એ.બી.એલ. ટીમ, યોગદાન આપનાર તમામ ફેકલ્ટી સભ્યો તેમજ રેસિડેન્ટ ડોક્ટરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડો. વિજય પોપટે જણાવ્યું હતું કે, સમગ્ર ટીમની સતત મહેનત, સંકલિત કામગીરી અને ગુણવત્તાના ઉચ્ચ માપદંડોના પાલનના કારણે આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત થયો છે. એન.એ.બી.એલ.માન્યતા લેબોરેટરીમાં થતી તપાસોની ગુણવત્તા, ચોકસાઈ અને વિશ્વસનીયતાના માપદંડોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષ 2030સુધી મળેલી આ માન્યતા સાથે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની લેબોરેટરી સેવાઓને વધુ મજબૂતી મળશે. પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગની સંયુક્ત કામગીરીથી પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ માટે ગૌરવપૂર્ણ બની છે.
    Click here to Read More
    Previous Article
    હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી:જામનગરમાં ટેપ ધીમું વગાડવાનું કહેતા યુવાન પર હુમલો કરી અપહરણ કર્યુ
    Next Article
    શહેર અને જિલ્લામાં 10‎પીઆઈની આંતરિક બદલી‎:સિટી બી, સી-સાયબર ક્રાઈમમાં નવા PI ને મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment