Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ મંદિર બાબતે આશા જાગી:અઢી વર્ષથી અટકેલું ઉનાઇના ઐતિહાસિક મૂછવાળા રામજી મંદિરનું નવનિર્માણ કાર્ય ટૂંક સમયમાં થશે શરૂ

    9 hours ago

    ઉનાઇમાં આવેલા ઐતિહાસિક મૂછવાળા રામજી મંદિરના નવનિર્માણનું કામ અઢી વર્ષથી અટકી પડતાં રામભક્તોમાં નિરાશા જોવા મળી રહી હતી. મંદિરનું નવનિર્માણ વહેલી તકે શરૂ થાય તે માટે રામભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ રામજી મંદિરમાં રામધૂન સહિતના કાર્યક્રમો યોજી તંત્ર અને સરકારનું ધ્યાન દોર્યું હતું. રામભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને જિલ્લા ભાજપ સંગઠન અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે સક્રિયતા દાખવી મંદિરના નવનિર્માણ માટે જરૂરી મોટી ગ્રાન્ટની ફાળવણી અંગે સરકારમાં રજૂઆતો કરી છે. આ અંગે સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ સંગઠન સાથે સતત રજૂઆત અને સરકારના ઉચ્ચસ્તરે થયેલી ચર્ચાના પગલે ગ્રાન્ટ ફાળવણી અંતિમ તબક્કામાં પહોંચતા આગામી દિવસોમાં રામમંદિરના નવનિર્માણ સહિતની કામગીરી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. નજીવી ગ્રાન્ટથી ભવ્ય મંદિર શક્ય ન હોવાથી મોટી ગ્રાન્ટ માટે રજૂઆત અગાઉ રામજી મંદિરના નવનિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ ફાળવાયેલી ગ્રાન્ટની રકમ નજીવી હોવાથી તેનાથી મંદિરનું ભવ્ય અને સુવિધાસભર નિર્માણ શક્ય ન હોવાનું જણાવતાં વધુ મોટી ગ્રાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિણામે ભવ્ય મંદિરના નિર્માણ માટે વહીવટી તંત્ર અને સાંસદ ધવલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સરકારમાં મોટી ગ્રાન્ટ ફાળવવા માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. નવી મોટી ગ્રાન્ટની પ્રક્રિયાને કારણે મંદિરના નવનિર્માણમાં વિલંબ થયો હોવાનું જાણવા મળે છે. હવે આ ગ્રાન્ટની ફાળવણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું જણાવાતાં રામભક્તોમાં ફરી આશા જાગી છે. રામજીનું ભવ્ય મંદિર તેમજ અનેક સુવિધાઓ ઉભી કરશે નવી ગ્રાન્ટ ફાળવાયા બાદ ઉનાઈ રામજી મંદિરનું ભવ્ય નવનિર્માણ શરૂ થવાની સાથે મંદિર પરિસરમાં કંપાઉન્ડ વોલ, પ્રદક્ષિણાપથ, મલ્ટીપર્પઝ હોલ, લેન્ડસ્કેપિંગ તેમજ લાયબ્રેરી સહિતની સુવિધાઓનું પણ નિર્માણ કરાશે, ઉનાઈ આવતા રામભક્તો અને શ્રદ્ધાળુઓને વધુ સારી સેવા મળશે. મંદિર નવનિર્માણનું કાર્ય ખુબ વહેલી તકે શરૂ થશે ઉનાઇના ઐતિહાસિક રામજી મંદિર મુદ્દાને અમે જિલ્લા ભાજપ સંગઠન સાથે શરૂઆતથી જ ગંભીરતાથી લીધો છે અને આ દિશામાં સરકારનું અમે સતત ધ્યાન દોર્યું છે. મંદિર ભવ્ય બનાવવા માટે મોટી ગ્રાંટની માંગણી કરવામાં આવી હતી. જે ગ્રાન્ટ અંતિમ તબક્કામાં છે અને ખૂબ વહેલી તકે નવનિર્માણ કાર્ય શરૂ થશે અને રામ ભક્તોએ અઢી વર્ષથી જે રાહ જોવી પડી એ માટે અમે ખૂબ દિલગીર છીએ. - ધવલભાઈ પટેલ, સાંસદ, વલસાડ- ડાંગ
    Click here to Read More
    Previous Article
    મેઘરજ ડેપોમાં 181ની ટીમે પ્રેમ-વિશ્વાસઘાતનો મામલો સમાધાનથી શાંત પાડ્યો:પ્રેમીએ ચૂપચાપ સગાઈ કરતાં પ્રેમિકાએ બીજે પ્રણયફાગ ખેલ્યો
    Next Article
    ગણદેવીના યુવકને ઇન્સ્ટાગ્રામ પર ‘TUBI’ એપ ડાઉનલોડ કરવી ભારે પડી‎:ચેતજો! મફતમાં મૂવી જોવાની ચક્કરમાં ગણદેવીના ST ડ્રાઇવરે 62 હજાર ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment