Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીના યુવકને ઇન્સ્ટાગ્રામ પર ‘TUBI’ એપ ડાઉનલોડ કરવી ભારે પડી‎:ચેતજો! મફતમાં મૂવી જોવાની ચક્કરમાં ગણદેવીના ST ડ્રાઇવરે 62 હજાર ગુમાવ્યા

    8 hours ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એસટી બસ ડ્રાઈવર શેતલ પટેલ સાથે સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવીઝ અને સીરિયલ જોવા માટેની “TUBI” એપ ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી રૂ. 62 હજાર UPI મારફતે ઉપાડી લેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ 27 જુલાઈની રાત્રે શેતલ પટેલ મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન “TUBI” એપ ડાઉનલોડ કરીને મફતમાં મૂવીઝ અને સિરિયલ જોવા મળે તેવી રીલ દેખાઇ. તેમણે રીલમાંથી ડાઉનલોડ લીંક પર ટચ કરીને એપ ઇન્સ્ટોલ કરી. ડાઉનલોડ દરમિયાન “GOOGLE APK” માટે પરમિશન માંગવામાં આવી હતી, જે તેમણે મંજૂર કરી દીધી હતી. 30 જુલાઈની સવારે નોકરી પર ગયા બાદ તેમનો ફોન ઓપરેટ થતો બંધ થઈ ગયો. ફોન હેક થયાની શંકા જતા તેમણે બેંક ખાતાની તપાસ કરી. તપાસમાં એસબીઆઈ ગણદેવી શાખાના ખાતામાંથી રૂ. 62 હજાર અજાણ્યા શખ્સોએ UPI દ્વારા ટ્રાન્સફર કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. પીડિતે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર કોલ કરીને વિગતો નોંધાવી હતી.બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇનના સંપર્ક બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. જેમાં મહિનાની 100થી વધુ લોકો અરજી સ્વરૂપે ફરિયાદ આપી જાય છે. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોને આવી ઘટનાઓથી કેવી રીતે જાગૃતિ લાવી શકાય તે માટે સોશ્યલ મીડિયા મારફતે જનજાગૃતિના પગલા થઇ રહ્યાં છે. જો કે સાયબર ક્રાઇમના કોઇપણ ગુના જાણીએ તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અને વિના મૂલ્યે અપાતી ફરિયાદ 1930 પર તરત જ જાણ કરવી. સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતીના પગલાં ​ સાયબર ઠગાઈથી સુરક્ષિત રહેવા અજાણી લીંક કે APK ફાઈલ ડાઉનલોડ ન કરો. એપ્લિકેશન્સ હંમેશા અધિકૃત Google કે Apple સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. મોબાઈલમાં "Unknown Sources" વિકલ્પ બંધ રાખો અને એપ પરવાનગીઓ અચૂક ચકાશો. જો ભૂલથી ફ્રોડ થાય તો તરત ઈન્ટરનેટ બંધ કરી એપ ડિલીટ કરો અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર અથવા www.cybercrime.gov.i n પર ત્વરિત ફરિયાદ નોંધાવો. - ચિરાગ લાડ, સાયબર એડવોકેટ
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર બાબતે આશા જાગી:અઢી વર્ષથી અટકેલું ઉનાઇના ઐતિહાસિક મૂછવાળા રામજી મંદિરનું નવનિર્માણ કાર્ય ટૂંક સમયમાં થશે શરૂ
    Next Article
    21 साल पुराना रोमांटिक गाना, टीवी पर आया तो बना सौतेली मां-बेटी के प्यार की पहचान, आज भी भर आता है दिल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment