Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરજ ડેપોમાં 181ની ટીમે પ્રેમ-વિશ્વાસઘાતનો મામલો સમાધાનથી શાંત પાડ્યો:પ્રેમીએ ચૂપચાપ સગાઈ કરતાં પ્રેમિકાએ બીજે પ્રણયફાગ ખેલ્યો

    10 hours ago

    મેઘરજ ખાતેની એક એનજીઓમાં કામ કરતી અને પ્રેમમાં વિશ્વાસઘાત તથા બ્લેકમેલિંગથી પીડાતી યુવતીને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર પહોંચીને મોટા અનિષ્ટથી બચાવી છે. પ્રેમી દ્વારા યુવતી પોતાના સિવાય અન્ય યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવતાં યુવતીને ધમકી આપવામાં આવી હતી. યુવતીએ 181 ને કોલ કરીને જણાવ્યું હતું કે, મારો બોયફ્રેન્ડ મારા અંગત ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યો છે, મને તાત્કાલિક મદદ જોઈએ છે. ફરિયાદ મળતાં જ 181 ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતી મેઘરજ ખાતે એનજીઓમાં નોકરી કરે છે અને યુવક સંતરામપુરમાં એક દુકાનમાં કામ કરે છે. બંને સંતરામપુરના રહેવાસી છે અને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધમાં હતા. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેને જાણ કર્યા વગર બીજે સગાઈ કરી લીધી હતી. જેથી દુઃખી થઈને તેને ભૂલવા માટે તેણે એક અન્ય મિત્ર સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. આ વાતની જાણ બોયફ્રેન્ડને થતાં તે મેઘરજ બસ સ્ટેશન પર આવી ઝઘડો કરવા લાગ્યો હતો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. 181 ની ટીમે યુવકની પણ પૂછપરછ કરી હતી. યુવકે જણાવ્યું કે, મેં બીજે સગાઈ કરી હતી તે સાચું છે, પરંતુ આ યુવતી માટે મેં સગાઈ તોડી પણ નાખી હતી અને તેને જાણ પણ કરી હતી. છતાં તે બીજા યુવક સાથે વાત કરતી હતી. મારી પાસે તેમની ચેટના પુરાવા પણ છે. ગુસ્સામાં આવીને મેં ધમકી આપી દીધી હતી. 181 ની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીને ભવિષ્યમાં કોઈની સાથે આવી અંગત બાબતો શેર ન કરવા અને કાયદાનો સહારો લેવા સમજાવ્યું હતું. જ્યારે યુવકને ધમકી કે બ્લેકમેલિંગ કરવું એ કાયદાકીય ગુનો હોવાની જાણકારી આપી હતી. યુવકે ભવિષ્યમાં ધમકી ન આપવાનું વચન આપતાં બંને વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વમાં સીએમએ તિરંગો લહેરાવી સલામી આપી:વિદ્યાર્થીઓએ "મારૂ અમરેલી' થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી
    Next Article
    રામ મંદિર બાબતે આશા જાગી:અઢી વર્ષથી અટકેલું ઉનાઇના ઐતિહાસિક મૂછવાળા રામજી મંદિરનું નવનિર્માણ કાર્ય ટૂંક સમયમાં થશે શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment