Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વમાં સીએમએ તિરંગો લહેરાવી સલામી આપી:વિદ્યાર્થીઓએ "મારૂ અમરેલી' થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી

    11 hours ago

    રાજ્યના 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજવંદન સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલી અને હર્ષનાદથી સમગ્ર પરેડ ગ્રાઉન્ડ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાજ્યકક્ષાની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા મારું અમરેલી થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી. શક્તિ સેવા કેન્દ્ર, અંબાજીની આદિજાતિ બાલિકાઓના બેગપાઇપર બેન્ડે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના તમામ નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમરેલીથી મુખ્યમંત્રીની 4 મોટી જાહેરાતો ગ્રામીણ વિસ્તારમાં ગામતળ, સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ ન હોય તો પાત્ર પરિવારોને ખાનગી જમીન ખરીદીને પણ વિનામૂલ્યે પ્લોટ અપાશે. રાજ્યના214રસ્તાઓના 210 કિમીના નવીનીકરણ માટે રૂ.3,428 કરોડ ફાળવાયા. આંગણવાડીના બાળકોના ગરમ નાસ્તાના દરમાં 67ટકાનો વધારો કરી પ્રતિ બાળક રૂ.5.10ના બદલે રૂ.8.50 કરાયા અને રૂ.173 કરોડની વધારાની ફાળવણી કરાઈ. બિનઅનામત વર્ગના યુવાનોની વિદેશ અભ્યાસ લોન માટે કૌટુંબિક આવકમર્યાદા 6 લાખથી વધારી 10 લાખ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવાતાં ધરપકડ સહિતની તજવીજ શરૂ‎:માળિયામાં પૈસાની લેતીદેતી મામલે બે યુવાન ઉપર છરી-ધોકાથી હુમલો
    Next Article
    મેઘરજ ડેપોમાં 181ની ટીમે પ્રેમ-વિશ્વાસઘાતનો મામલો સમાધાનથી શાંત પાડ્યો:પ્રેમીએ ચૂપચાપ સગાઈ કરતાં પ્રેમિકાએ બીજે પ્રણયફાગ ખેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment