Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવાતાં ધરપકડ સહિતની તજવીજ શરૂ‎:માળિયામાં પૈસાની લેતીદેતી મામલે બે યુવાન ઉપર છરી-ધોકાથી હુમલો

    12 hours ago

    ભચાઉ તાલુકાનાં અમરાપર ગામનો યુવાન માળીયા મીયાણામાં ગેબનશાહના ચિલ્લા હોય ત્યારે અગાઉ પૈસાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને તેના ઉપર તેમજ તેની સાથેના અન્ય વ્યક્તિ પર ચાર શખ્સે છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આથી ઇજા પામેલા બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે ભચાઉ તાલુકાના અમરાપર ગામે રહેતા તૈયબભાઈ ગુલામભાઈ માણેક (ઉ.વ.35) નામના યુવાને માળીયા મીયાણા પોલીસ ખાતે નવાગામે રહેતા મોસીન ઉર્ફે ડીકો સંધવાણી અને હરઘોળ તેમજ બે અજાણ્યા શખ્સ મળી કુલ 4 શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે માળિયામાં આવેલા ગેબનશાપીરના ચિલ્લા પાસે હતો ત્યારે આરોપી મોસીન સાથે થોડા દિવસો પહેલા પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરીને છરી વડે હુમલો તેને ડાબા હાથના કાંડા પાસે ઘા મારીને ઇજા કરી હતી. હરઘોળ દ્વારા જમણા પગના ભાગે માર મારીને ફેક્ચર કરવામાં આવ્યું હતું અને ફરિયાદી સાથેના વ્યક્તિ સલીમને પણ ધોકા વડે સાથળ તથા હાથમાં માર મારીને ઇજા કરી હતી. અજાણ્યા બે શખ્સે પણ ધોકા વડે ફરિયાદી અને સલીમભાઈને માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બાદમાં યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સની સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને જ્ઞાન અને પરંપરા સાથે સંસ્કૃત ભાષા શીખવાડાશે:મોરબીમાં હાઈટેક શિક્ષણના યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ખાસ કક્ષનો પ્રારંભ
    Next Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વમાં સીએમએ તિરંગો લહેરાવી સલામી આપી:વિદ્યાર્થીઓએ "મારૂ અમરેલી' થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment