Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને જ્ઞાન અને પરંપરા સાથે સંસ્કૃત ભાષા શીખવાડાશે:મોરબીમાં હાઈટેક શિક્ષણના યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ખાસ કક્ષનો પ્રારંભ

    13 hours ago

    ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી અને દેવભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા મોરબીની સાર્થક વિદ્યામંદિરે સરાહનીય પહેલ કરી છે. શાળામાં સંસ્કૃત કક્ષનો પ્રારંભ કરાયો છે. સંસ્કૃત કક્ષ દ્વારા વિદ્યાર્થીઓમાં ભાષાજ્ઞાનની સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય અને પરંપરાના અભ્યાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સંસ્કૃત કક્ષના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમ પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ તકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલિવાલ અને સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુએ શાળામાં સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે પણ તેમણે વિચારો રજૂ કર્યા હતા. વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા સંસ્કૃતમાં વિવિધ કૃતિ રજૂ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, ગીત પ્રસ્તુતિ, લાઇવ સંસ્કૃત, ‘સાઇન્સ ઇન સંસ્કૃત’, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર, અભિનય ગીત, સંસ્કૃત ગરબા, આપણો સાંસ્કૃતિક વારસો, સમૂહ ગીત, સંસ્કૃત માધ્યમથી વાર્તા તેમજ ચિત્રપદ શબ્દો સહિતની કૃતિઓનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એમઆરસીએ નવા ભાવ નક્કી કરતાં અમુક ખેડૂતો રાજી, અમુક નારાજ‎:વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં મોરબીના જેતપર અને વેગડવાવના ખેડૂતો વચ્ચે તડાં
    Next Article
    ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવાતાં ધરપકડ સહિતની તજવીજ શરૂ‎:માળિયામાં પૈસાની લેતીદેતી મામલે બે યુવાન ઉપર છરી-ધોકાથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment