Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમઆરસીએ નવા ભાવ નક્કી કરતાં અમુક ખેડૂતો રાજી, અમુક નારાજ‎:વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં મોરબીના જેતપર અને વેગડવાવના ખેડૂતો વચ્ચે તડાં

    14 hours ago

    મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી સરકારના તા.04/07/2026 ના નવા ઠરાવ અન્વયે નવા ભાવ નિર્ધારિત કરવા પ્રથમ વખત માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપની પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા આપેલા બંધ કવરમાંથી લોટરી પદ્ધતિથી યાદચ્છિક રીતે બે ચિઠ્ઠી પસંદ કરી 15 જેટલા સર્વે નંબરના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા હતા. નવી નીતિના પરિણામે ખેડૂતોને 400% થી વધુ વળતર નક્કી થયું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર 150 પૈકી 9 માં જૂની DLVC પદ્ધતિ મુજબ પ્રતિ ચોરસ મીટરે 85 ટકા પ્રમાણે રૂ. 979 ના ભાવે ખેડૂતને રૂ. 14.57 લાખ મળવાપાત્ર હતા, તેની સામે નવી MRC કમિટીમાં રૂ.1945 ભાવ નક્કી થતાં તેના 200 ટકા પ્રમાણે ખેડૂતને રૂ. 58.61લાખ ચૂકવાશે. જે મુજબ 4 ગણાથી વધુ ભાવ મળશે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારના નિયમો મુજબ અલગથી ચૂકવવામાં આવશે. માગણી મુજબ વળતર નહીં મળે તો લડત રાજ્યવ્યાપી બનશે: નેહુલ અમૃતિયા‎ જેતપર ખાતે સત્યાગ્રહ છાવણીના નેહુલ અમૃતિયા તેમની ટીમ વેગડવાવ પહોંચ્યા હતા જ્યાં તેમણે હુંકાર કર્યો હતો કે બે દિવસ પહેલા ગામમાં ખેડૂતોની જે એમઆરસીની રચના થઈ હતી તે બાબતે જણાવ્યું હતું કે વેગડવાવ ગામમાંથી ત્રણ લાઇન પસાર થાય છે તેમાંથી એક લાઇનમાં 40 ખેડૂતો બીજી લાઇનમાં 34 , ત્રીજી એક લાઇનમાં 60 ખેડૂતો અસરગ્રસ્ત છે . અને જે ખેડૂતોની તંત્ર MRC સમર્થનમાં સહી લઈ ગયા છે તેમાંથી એક ખેડૂતનો દાવો એવો છે કે તેઓ ચાર ખાતેદાર હતા જેમાં તેમના પ્રતિનિધિ તરીકે હોવાનું કહી માર્કેટ રેટ કમિટીના ફોર્મમાં સહી લેવામાં આવી હતી. આ ઉપરાંત બીજા એક ખેડૂત જે પોતાને પૂરતું વળતર મળ્યું હોવાનો દાવો કર્યો હતો તે માત્ર ત્રણ સર્વે નંબરમાં પ્રતિનિધિ છે અને તેમાં તેઓ સહમત છે. ગામના અન્ય કોઈ લોકો સહમત નથી. ખેડૂતો પૂરતા પ્રમાણમાં વળતર આપવાની માગણી કરી રહ્યા છે. મોરબીના 200થી વધુ ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ નહી આપવા સ્વંયભૂ બેનર લાગી ગયા છે. અને જો સરકાર તેઓની માગણી મુજબ વળતર ચૂકવણી કે વળતર નહીં ચૂકવે તો આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ખેડૂતોને વળતર માટે જાગૃત કરીશું.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા કલેક્ટરે જાતે કમાન સંભાળી, શાળાઓમાં બપોરનું ભોજન બંધ કરાવ્યું:લુણાવાડાની 3 નામાંકિત શાળામાંથી અખાદ્ય, બિનઆરોગ્યપ્રદ જથ્થો ઝડપી તેનો નાશ કર્યો
    Next Article
    વિદ્યાર્થીઓને જ્ઞાન અને પરંપરા સાથે સંસ્કૃત ભાષા શીખવાડાશે:મોરબીમાં હાઈટેક શિક્ષણના યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ખાસ કક્ષનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment