Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાનને ત્રિરંગાનો શણગાર અને હિંડોળા કરાયા‎:દેશની શાન માટે જીવે તે જ ખરો યુવાન છે

    16 hours ago

    સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ લંડન ખાતે 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્ર પર્વ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાનો શણગાર કરાયો હતો અને તિરંગાના હિંડોળા પણ તૈયાર કરાયા હતા. જેમાં સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ બાપા અને મુક્તજીવન સ્વામી બાપાને ઝુલાવાયા હતા. આ અંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું કે યુરોપની અંદર પણ ભારતીય યુવાનોમાં આપણો રાષ્ટ્ર પ્રેમ વધુ જાગૃત થાય તેવા હેતુથી કુમકુમ મંદિરમાં તિરંગાનો શણગાર કરાયો હતો. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ એટલે આપણો દેશ આઝાદ થયો એનો ઉત્સવ! જે આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને લાખો ક્રાંતિકારીઓએ હસતા મુખે ફાંસીના ફંદાઓ ચૂમી લીધા, એ આઝાદીનો આ પાવન દિવસ છે. સરહદ પર ઉભેલા જવાનોને કારણે આજે આપણે આપણા ઘરમાં સુરક્ષિત શ્વાસ લઈ રહ્યા છીએ. એ તમામ દેશભક્તોને શત શત નમન. કારણ કે, ભારત દેશમાં જીવવું,એમાં કંઈ મોટું નથી, દેશ માટે જીવીને કાંઈક કરી બતાવવું એ જ ખરું છે. દેશની શાન માટે જીવે તે જ ખરો યુવાન છે. દેશને માટે જીવીએ, તેની આન,શાન,બાન વધારીએ. મિત્રો, બીજી વાત એ છે કે, દેશ તો ઈ.સ.1947માં આઝાદ થઈ ગયો, પણ શું તમે પોતે ખરેખર આઝાદ છો. બહારની ગુલામીમાંથી તો આપણને મુક્તિ મળી ગઈ, પણ આપણી અંદર રહેલી ગુલામીનું શું? આજે આપણે ગુલામ છીએ આપણા ક્રોધના, આપણી આળસના, નકારાત્મક વિચારોના અને સોશિયલ મીડિયાના એડિક્શનના ! સાચી આઝાદી ત્યારે જ ગણાશે જ્યારે આપણે આપણા મન પર કંટ્રોલ મેળવીશું.
    Click here to Read More
    Previous Article
    ફ્લાયઓવર, બ્રિજ અને પાણીની યોજનાઓથી રોકાણ અને વિકાસ વધશે:શહેરમાં આવાસના 1600 નવા મકાનોનું આયોજન શહેરીજનોને પોતાના ઘરનું સપનું પૂરૂ કરવાની તક
    Next Article
    જિલ્લા કલેક્ટરે જાતે કમાન સંભાળી, શાળાઓમાં બપોરનું ભોજન બંધ કરાવ્યું:લુણાવાડાની 3 નામાંકિત શાળામાંથી અખાદ્ય, બિનઆરોગ્યપ્રદ જથ્થો ઝડપી તેનો નાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment