Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લાયઓવર, બ્રિજ અને પાણીની યોજનાઓથી રોકાણ અને વિકાસ વધશે:શહેરમાં આવાસના 1600 નવા મકાનોનું આયોજન શહેરીજનોને પોતાના ઘરનું સપનું પૂરૂ કરવાની તક

    17 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી વોર્ડ નં. 3 માં આવેલ મોમાઈ ગરબી ચોક, પટેલ કોલોની ખાતે કરવામાં આવી હતી. મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ધ્વજવંદન કાર્યક્રમમાં નાગરિકો માટે 1600 નવા આવાસ, ફ્લાયઓવર, નવા રસ્તાઓ, પાણી વિતરણ સુવિધા અને સ્પોર્ટ્સ-કલ્ચરલ કોમ્પ્લેક્સ સહિતના કરોડોના વિકાસપ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ અને કસ્તુરબા વિકાસગૃહની બાળાઓ દ્વારા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. શહેરીજનોને પોતાના ઘરનું ઘર પૂરું પાડવાના ઉમદા હેતુથી હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર સામે EWS-2 પ્રકારના 584, હાપા માર્કેટિંગ રોડ સામે 216 અને જ્ઞાનગંગા સ્કૂલ પાસે EWS-1 પ્રકારના 800 મળીને કુલ 1600 નવા આધુનિક આવાસો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વાહનવ્યવહારની સરળતા માટે લાલપુર બાયપાસ જંકશન પર સિક્સલેન ફ્લાયઓવર, સમર્પણ સર્કલ ખાતે ફોરલેન ફ્લાયઓવર, રંગમતી નદી પર ફોરલેન રિવર બ્રિજ અને સૈનિક ભવન પાસે રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ઉપરાંત જકાતનાકા સર્કલથી સાંઢીયા પુલ, કાલાવડ નાકાથી મહાપ્રભુજી બેઠક અને ગુલાબનગરથી ખીજડીયા બાયપાસ સુધી ફોરલેન-સિક્સલેન વાઇડનિંગ અને રિ-કાર્પેટિંગના કામો પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે. સ્વચ્છતા-પર્યાવરણ માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનું મોનિટરિંગ, બે એનિમલ ઇન્સિનરેશન પ્લાન્ટ, ઢીંચડા ખાતે એ.બી.સી. સેન્ટર, નવી ગૌશાળા તેમજ કમ્પોસ્ટ-બાયોગેસ પ્લાન્ટનું પણ આયોજન છે. આ સિવાય ટી.પી. સ્કીમ નં. 5 માં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્સ અને વિશાલ હોટલ પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ડે. મેયર રાકેશ ડેર, સ્ટે.કમિટી ચેરમેન ધીરજ મોનાણી, મ્યુ. કમિશનર દિપેશ કેડીયા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિત કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીવાના પાણીની સુવિધામાં મોટો સુધાર: અમૃત 2.0 યોજના જામનગર શહેરમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ‘અમૃત 2.0’ યોજના હેઠળ 150 MLD પાણી વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાનું આયોજન કરાયું છે. નાગરિકોને શુદ્ધ અને પર્યાપ્ત પાણી મળી રહે તે હેતુથી નાઘેડી વિસ્તારમાં નવા ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું 70% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, શહેરમાં પાણી વિતરણનું નેટવર્ક બહેતર બનાવવા માટે જૂની પાઇપલાઇનો બદલીને 37 કિલોમીટર લંબાઈની નવી C.I. (કાસ્ટ આયર્ન) પાઇપલાઇન નાખવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચિંતા:જામનગર શહેરના લાખોટા તળાવમાં 14 કાચબા તેમજ માછલાના મોત થયા
    Next Article
    ભગવાનને ત્રિરંગાનો શણગાર અને હિંડોળા કરાયા‎:દેશની શાન માટે જીવે તે જ ખરો યુવાન છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment