Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:સિંહ અને મીન રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેશે, કન્યા જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવવું

    8 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 17 ઓગસ્ટ 2026, સોમવારના રોજ શ્રાવણ સુદ પાંચમ/છઠ્ઠ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ સાંજે 4.19 સુધી કન્યા અને પછી તુલા રહેશે. રાહુકાળ સવારે 7:56 થી 9:32 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે કોઈ વિશેષ સિદ્ધિ મળવાની છે, સાથે જ કામનો વધારે ભાર હોવાથી થાક લાગશે, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં તમારો સ્વાભિમાન અને આત્મબળ નબળા પડવા ન દેશો. પડકારોનો સામનો કરો અને આર્થિક બાબતોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. નેગેટિવ: કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તમારું ધૈર્ય ન ગુમાવશો. વ્યક્તિગત બાબતોને લઈને કોઈ નજીકની વ્યક્તિ સાથે દલીલબાજી થવાની આશંકા છે. વિદ્યાર્થીઓ નકામી પ્રવૃત્તિઓના બદલે પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર રહે. વ્યવસાય: કામકાજને લઈને દિવસભર વ્યસ્તતા રહેશે. માર્કેટિંગ સંબંધિત કાર્યો આજે મુલતવી જ રાખો. લવ: પારિવારિક વ્યવસ્થા સુખદ રહેશે. જીવનસાથીના સહયોગથી તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સહજતા અનુભવશો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બ્લડ પ્રેશર સંબંધિત તપાસ નિયમિત કરાવો. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 6 પોઝિટિવ: અનુભવી લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે અને તમને ઘણા પ્રકારના અનુભવો પણ મળશે. મન પ્રસન્ન રહેશે અને તમે તણાવમુક્ત થઈને તમામ ક્ષેત્રોમાં તમારું યોગદાન આપી શકશો. તમારા હરીફો પણ તમારા વ્યક્તિત્વ સામે પરાસ્ત થશે. નેગેટિવ: નકામી પ્રવૃત્તિઓથી દૂર રહો અને પોતાને અંગત કાર્યોમાં વ્યસ્ત રાખો. પાડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે બોલાચાલી થઈ શકે છે. આજે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો, કારણ કે સમય વેડફાવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત નહીં થાય. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં અટકેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. તમને સફળતા મળશે અને નવા ઓર્ડર પણ પ્રાપ્ત થશે. લવ: પરિવારના સભ્યોના પરસ્પર તાલમેલ અને સહયોગથી ઘરની વ્યવસ્થા સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: અસંતુલિત ખાનપાનને કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલરઃ બ્રાઉન લકી નંબરઃ 9 પોઝિટિવ: આ સમયે ફાઇનાન્સ અથવા રોકાણ સંબંધિત લેવાયેલો કોઈ પણ નિર્ણય સકારાત્મક રહેશે. લાંબા સમયથી રાહ જોવાતી શુભ માહિતી મળવાથી મનમાં શાંતિ અને રાહત રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન પર ચોક્કસ અમલ કરો. નેગેટિવ: વહેમ અને શંકા જેવી નકારાત્મક બાબતોને તમારા જીવનમાં સ્થાન ન આપો. નજીકના મિત્ર અથવા સંબંધી સાથે કોઈ વાતને લઈને મનમોટાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે માનસિક સ્થિતિ થોડી અશાંત રહેશે. વ્યવસાય: વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી. લવ: જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ પર ચોક્કસ ધ્યાન આપો, આનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને મનોબળ પણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: કોઈ તણાવના કારણે મન પરેશાન રહેશે, જેના કારણે શારીરિક ક્ષમતામાં ઘટાડો અનુભવાશે. લકી કલરઃ લીલો લકી નંબરઃ 8 પોઝિટિવ: નજીકના સગા-સંબંધીઓ સાથે આનંદદાયક સમય વિતશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. કોઈ વિશેષ વ્યક્તિ સાથે લાભદાયક સંપર્કો બનશે. તમારી પોતાની વિચારસરણી અને દિનચર્યામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ સફળ રહેશે. નેગેટિવ: ધ્યાન રાખો કે રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લઈને કોઈની સાથે વાદ-વિવાદ અને ઝઘડો થવાની આશંકા છે. પરંતુ વિપરીત પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવામાં તમે સક્ષમ રહેશો. મહિલાઓ માટે પારિવારિક અને વ્યક્તિગત તાલમેલ જાળવી રાખવો એક પડકાર રહેશે. વ્યવસાય: કારોબારમાં યોજનાબદ્ધ રીતે વ્યવસ્થા કરશો, તો મનવાંચ્છિત લાભ મેળવવામાં સફળ રહેશો. લવ: પરિવારમાં તાલમેલ અને વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે તથા પરસ્પર સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધિત કંઈક ને કંઈક સમસ્યાઓ રહેશે. તમારી નિયમિત તપાસ કરાવો અને આળસ છોડીને દવાઓ પણ નિયમિતપણે લેતા રહો. લકી કલરઃ લાલ લકી નંબરઃ 5 પોઝિટિવ: સિંહ રાશિના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. તમારું સંતુલિત વર્તન અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી પ્રગતિમાં સહાયક બનશે. ઘણા દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઉત્સવ જેવો માહોલ રહેશે. નેગેટિવ: નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો. અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય વિતાવો. એકાંતમાં બેસીને પણ આત્મચિંતન કરો. કોર્ટ સંબંધિત કોઈ મામલો ગૂંચવાઈ શકે છે. જોકે કોઈ સરકારી વ્યક્તિની મદદથી તેનો ઉકેલ પણ આવી જશે. વ્યવસાય: માર્કેટિંગ અને મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ માટે સારો સમય છે. દૂરના વિસ્તારોમાંથી કોઈ મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થશે અને સારા ઓર્ડર મળવાની પણ શક્યતા છે. લવ: પરિવારના સભ્યો સાથે મનોરંજન વગેરેમાં સુખદ સમય વિતશે. પ્રેમ અને રોમાન્સના મામલે થોડો તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય: કોઈ પણ પ્રકારનું જોખમ ન લો અને વાહન સાવધાનીપૂર્વક ચલાવો. લકી કલરઃ વાદળી લકી નંબરઃ 7 પોઝિટિવ: તમે પોતાનામાં ભરપૂર આત્મવિશ્વાસ અનુભવશો. સાથે જ તમારી મહત્વપૂર્ણ યોજનાઓને અમલમાં મૂકવા માટેનો આ યોગ્ય સમય છે. ઘરના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરવો તમારા માટે રાહત આપનારો રહેશે અને યોગ્ય ઉકેલ પણ મળશે. નેગેટિવ: ક્રોધ અને આવેશના કારણે ઘણી વાર બનતું કામ અંતિમ તબક્કામાં અટકી શકે છે. આ સમય ધૈર્ય અને સંયમથી વિતાવવાનો છે. તમારા પરિવારની જરૂરિયાતોને ઇગ્નોર ન કરો. તેમનું ધ્યાન રાખવું તમારી મહત્વપૂર્ણ જવાબદારી છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યોમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. કારણ કે આજે તમને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. લવ: ઘરનું વાતાવરણ સુખમય રહેશે. પરંતુ કોઈ વિપરીત લિંગનાં વ્યક્તિ સાથેની નિકટતા પારિવારિક વાતાવરણ બગાડી શકે છે. સ્વાસ્થ્ય: નબળાઈ અને બેચેની જેવી સમસ્યા પરેશાન કરશે. યોગ્ય આરામ લો. લકી કલરઃ સફેદ લકી નંબરઃ 2 પોઝિટિવ: આજે સંબંધોમાં ચાલી રહેલા મનમોટાવ દૂર કરવાનો ઉત્તમ સમય છે, માત્ર પોતાને ભાવાત્મક રીતે ખૂબ મજબૂત કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને કોઈ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. ઊર્જા અને આત્મવિશ્વાસ જાળવી રાખો. નેગેટિવ: યુવા વર્ગ એ વાતનું પણ ધ્યાન રાખે કે ઉતાવળ અને બેદરકારી નુકસાનદાયક સાબિત થઈ શકે છે, સફળતા મેળવવા માટે ભરપૂર મહેનત કરવાની પણ જરૂર છે. કોઈ પણ પોલિસી અથવા પ્રોપર્ટી વગેરેમાં રોકાણ સંબંધિત પ્રવૃત્તિને આજે મુલતવી રાખો, કારણ કે કોઈ ખોટો નિર્ણય તમને પસ્તાવો આપી શકે છે. વ્યવસાય: ઓફિસ અથવા દુકાનના સ્ટાફ પર કડક નજર રાખો. પરંતુ સંબંધોમાં કડવાશ ન આવવા દો. લવ: પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. લવ પાર્ટનર સાથે પણ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય: કામની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અને આરામ માટે પણ સમય જરૂર ફાળવો. લકી કલરઃ વાદળી લકી નંબરઃ 4 પોઝિટિવ: આજે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી નવી તક મળશે. જોકે કેટલાક લોકો તમારા કામમાં અવરોધ પણ ઊભો કરી શકે છે, પરંતુ તમે તેની ચિંતા કર્યા વગર પોતાના કામમાં લાગેલા રહો. ચોક્કસપણે તમને સફળતા મળશે. વ્યક્તિગત અને સામાજિક કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. નેગેટિવ: અજાણ્યા લોકો સાથે સંપર્ક ન રાખો, નહીંતર આ કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિવારમાં કોઈ વાતને લઈને તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા સ્વભાવમાં સકારાત્મકતા જાળવી રાખો. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. વ્યવસાય: વ્યવસાયમાં આજે ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. અણધાર્યા જ તમારા કામ બનતા જશે. લવ: પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓ પર વિચાર-વિમર્શ કરે. ચોક્કસપણે ઉકેલ મળશે. સ્વાસ્થ્ય: તણાવ અને ચિંતાના કારણે માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાશે. લકી કલરઃ ઓરેન્જ લકી નંબરઃ 6 પોઝિટિવ: ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે અને ઘરનું વાતાવરણ ખૂબ જ સુખમય અને મનોરંજક રહેશે. તમારા મગજમાં નવી-નવી યોજનાઓ બનશે, જે ઘર અને વ્યવસાય બંને માટે વધુ સારી સાબિત થશે. તેથી તેના પર તરત જ અમલ કરવાનું પણ શરૂ કરી દો. નેગેટિવ: આવકની સ્થિતિ સારી રહેશે, પરંતુ સાથે જ ચોતરફથી ખર્ચ વધારે રહેશે, જોકે તમે તમારી સમજદારીથી પરિસ્થિતિઓ પર કાબૂ મેળવી લેશો. જો કોઈ સરકારી મામલો અટકેલો હોય, તો તેને ઉકેલવામાં હજુ સમય લાગશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ અનુકૂળ બનેલી છે. પરંતુ ધ્યાન રાખો કે સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનતની પણ જરૂર છે. અટકેલું પેમેન્ટ પરત મળી શકે છે. લવ: જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. પરંતુ તમારી તેમની સંભાળ લેવી અને પારિવારિક કાર્યોમાં સહયોગ આપવો પરસ્પર સંબંધોને વધુ મધુર બનાવશે. સ્વાસ્થ્ય: એસિડિટી અને ગેસ થવાની સમસ્યાઓ રહેશે. અિયમિત ખાનપાનના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. લકી કલરઃ લીલો લકી નંબરઃ 9 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી જે યોજનાઓને પૂરી કરવા માટે પ્રયત્નશીલ હતા, સમયનું યોગ્ય આયોજન અને પોતાના પ્રયાસો દ્વારા તેને અમલમાં મૂકવાનો આ અનુકૂળ સમય છે. પ્રોપર્ટી સંબંધિત કાર્યોના સકારાત્મક પરિણામો મળશે. ધર્મ-કર્મ સંબંધિત બાબતોમાં પણ તમારો રુચિ રહેશે. નેગેટિવ: જો કોઈ નજીકની વ્યક્તિ સાથે મનમોટાવ ચાલી રહ્યો હોય, તો તેને જાહેર કરવાના બદલે પરસ્પર વાતચીતથી દૂર કરવાનો પ્રયાસ કરો. જો કોઈ યાત્રાનો પ્લાન હોય તો અત્યારે મુલતવી જ રાખો, કારણ કે તેનાથી તમારી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં વિસ્તરણ કરવા માટે કેટલાક નવા વિચારો અને પ્રસ્તાવ સામે આવશે. માર્કેટમાં તમારી ઉત્તમ છબીના કારણે કોઈ ઉત્તમ ઓર્ડર મળવાની શક્યતા છે. લવ: કુંવારાં લોકો માટે સારો સંબંધ આવશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: કામકાજ વધારે હોવાના કારણે તણાવ અને થાક અનુભવાશે. લકી કલરઃ ગુલાબી લકી નંબરઃ 7 પોઝિટિવ: વ્યસ્ત દિનચર્યા રહેશે. પરંતુ તમારી મહેનતનું અનુકૂળ પરિણામ મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ સમારંભમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે, પરસ્પર મુલાકાતથી બધાને ખુશી મળશે. નેગેટિવ: પરંતુ એ પણ ધ્યાન રાખો કે ઉતાવળમાં અને ભાવનાઓમાં વહીને કોઈ પણ નિર્ણય તરત ન લો. નહીંતર કેટલીક ભૂલો થઈ શકે છે. ફાઇનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં કોઈના પર પણ ભરોસો કરવાના બદલે પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. વ્યવસાય: વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમે સક્ષમ રહેશો. પરંતુ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની જરૂર છે. લવ: ઘરમાં કોઈ કુંવારા સભ્ય માટે સંબંધની વાત ચાલી શકે છે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનો આદર કરવો જરૂરી છે. સ્વાસ્થ્ય: યોગ, મેડિટેશન વગેરે ચોક્કસપણે તમારી દિનચર્યામાં સામેલ કરો. લકી કલરઃ પીળો લકી નંબરઃ 8 પોઝિટિવ: આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કામો પૂરા કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કુંવારા લોકો માટે સંબંધ આવવાની શક્યતા છે. નેગેટિવ: સંબંધીઓ અને મિત્રો સાથે કોઈ વાદ-વિવાદ જેવી સ્થિતિમાં ગૂંચવાવાથી મતભેદ થઈ શકે છે. પરંતુ સમજદારીથી કામ લેવાથી જલ્દી જ ગેરસમજો દૂર પણ થઈ જશે. વધારાની જવાબદારીઓ વધશે અને તેને નિભાવવી તમારા માટે એક પડકાર રહેશે. વ્યવસાય: વ્યવસાયમાં કંઈક નવું શરૂ કરવાના બદલે વર્તમાન કાર્યપદ્ધતિ પર જ ધ્યાન આપો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત કાર્યોમાં મહત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. લવ: પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો સંબંધોને વધુ ખુશનુમા બનાવશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: અત્યંત કાર્યભારને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. લકી કલરઃ જાંબલી લકી નંબરઃ 4
    Click here to Read More
    Previous Article
    17 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોએ અજાણ્યા લોકોથી દૂર રહેવું પડશે, અંક 5ના જાતકો માટે સમય સફળતા આપનારો રહેશે
    Next Article
    મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજનો તેજસ્વિતા અભિવાદન સમારોહ:મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી, મંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં ધો.1થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment