Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય મજદૂર સંઘનું આવતીકાલે દેશવ્યાપી આંદોલન:શ્રમિકોની માંગણીઓ માટે ભરૂચમાં ધરણાં, અંકલેશ્વરમાં બેઠક યોજાઈ

    11 hours ago

    ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા સોમવારે શ્રમિકોના હિતોના રક્ષણ માટે દેશવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં ભરૂચ જિલ્લો પણ જોડાશે, જેના આયોજન અંગે અંકલેશ્વરમાં એક બેઠક યોજાઈ હતી. દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિએ શ્રમિકો, કર્મચારીઓ, પેન્શનરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. ભરૂચ જિલ્લામાં BMS દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણાં અને રેલીઓનું આયોજન કરાયું છે. આ આંદોલનમાં કુલ 12 મુખ્ય માંગણી અને મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. સંઘનું કહેવું છે કે, સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં શ્રમિકોના હિતમાં નિર્ણયો લેવાયા નથી. વધતી મોંઘવારી વચ્ચે શ્રમિકોને તેમના પરસેવાનું પૂરું દામ મળવું અનિવાર્ય છે. શ્રમિકોના અધિકારોનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લામાં પણ શ્રમિકો રસ્તા પર ઉતરશે. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ સેક્ટરના એસોસિએશનો, ટ્રાન્સપોર્ટ યુનિયનો, બેંક સંગઠનો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભાગ લઈ આંદોલનને ટેકો આપશે. ભારતીય મજદૂર સંઘની માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં કાકી-ભત્રીજાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ:પ્રેમી કૌટુંબિક ભત્રીજાએ કાકીના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
    Next Article
    રાજકોટના બેડી ગામ નજીક ડૂબી જવાથી 4 લોકોના મોત:નદીમાં ડૂબતા ત્રણ બાળક સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યાં, એક મૃતક રોણકીનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment