Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં કાકી-ભત્રીજાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ:પ્રેમી કૌટુંબિક ભત્રીજાએ કાકીના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    11 hours ago

    છોટા ઉદેપુરના કોરાજ ગામે ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ડુંગર ફળિયામાં રહેતી પરિણીત મહિલાની પ્રેમ સંબંધના મામલે હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. મહિલાના કૌટુંબિક ભત્રીજા અને પ્રેમી સુનિલ રાઠવા પર હત્યાનો આરોપ લાગ્યો છે. બનાવને પગલે છોટા ઉદેપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો છોટા ઉદેપુર જિલ્લાના કોરાજ ગામના ડુંગર ફળિયામાં યોગેશભાઈ તેમની પત્ની ભારતીબેન અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ ભારતીબેનને છેલ્લા એક વર્ષથી તેમના કૌટુંબિક ભત્રીજા સુનિલ શૈલેષભાઈ રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો. સંબંધ તોડવા માંગતા હોવાનો આક્ષેપ મળતી માહિતી મુજબ મૃતક ભારતીબેન હવે સુનિલ સાથેનો પ્રેમ સંબંધ આગળ રાખવા માંગતા ન હતા. આ બાબતે ઉશ્કેરાયેલા સુનિલે મહિલાની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાત્રે ઘરમાં ઘૂસી હુમલો કર્યો આરોપ મુજબ ગત રાત્રે સુનિલ ભારતીબેનના ઘરમાં ઘૂસી ગયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સમયે ભારતીબેન ઊંઘમાં હતા ત્યારે તેમના પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગળા અને પીઠના ભાગે અનેક ઘા મારવામાં આવતા ભારતીબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં છોટા ઉદેપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી સુનિલ રાઠવાને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હત્યાનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસ:કલેક્ટરે લુણાવાડામાં સર્વે અને હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા કરી
    Next Article
    ભારતીય મજદૂર સંઘનું આવતીકાલે દેશવ્યાપી આંદોલન:શ્રમિકોની માંગણીઓ માટે ભરૂચમાં ધરણાં, અંકલેશ્વરમાં બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment