Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસ:કલેક્ટરે લુણાવાડામાં સર્વે અને હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા કરી

    12 hours ago

    મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યા છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાના જય શ્રી નગર અને ગણેશ સોસાયટીની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું. કલેક્ટર સાગરે લુણાવાડા જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને જરૂરી સૂચનો કર્યા. તેમણે જણાવ્યું કે લુણાવાડામાં હાલ આરોગ્ય વિભાગની 21 ટીમો કાર્યરત છે. જય શ્રી નગર સોસાયટીમાં 59 ઘરનો અને ગણેશ સોસાયટીમાં 61 ઘરનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર (MO) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) સહિતની ટીમો ઘરે-ઘરે ફરીને બાળકો તથા નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. જો કોઈ વ્યક્તિમાં બીમારીના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તાજેતરમાં, હેલ્થ ટીમે કુમાર છાત્રાલયની મુલાકાત લીધી હતી, જ્યાં ઝાડા-ઉલટીની તકલીફ ધરાવતા 6 બાળકોને જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ 6 બાળકોમાંથી 4 સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય 2 બાળકોની તબિયત સ્થિર છે અને તેમને પણ ટૂંક સમયમાં રજા અપાશે. તકેદારીના ભાગરૂપે, જિલ્લાની શાળાઓ, કેન્ટીન, આંગણવાડીઓ અને મધ્યાહ્ન ભોજન (MDM) કેન્દ્રોમાં ફૂડ સેફ્ટીની સઘન ચકાસણી કરવામાં આવશે. જ્યાં પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે ત્યાં કડક કાર્યવાહી અને નોટિસ ફટકારવાના નિર્દેશો અપાયા છે. આ મુલાકાત દરમિયાન આરોગ્ય અધિકારી સી આર પટેલિયા, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ચોકી સામે યુવકની કરપીણ હત્યા:ભાજપ પર વરસ્યા ગેનીબેન ઠાકોર, પ્રેમસંબંધના વિવાદમાં યુવકને કેનાલમાં ફેંકી દીધો, નવી ફીડર AMTS બસ સેવા શરૂ કરાઈ
    Next Article
    છોટા ઉદેપુરમાં કાકી-ભત્રીજાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ:પ્રેમી કૌટુંબિક ભત્રીજાએ કાકીના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment