Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેસ્તાનમાં સોફા બનાવતા કારખાનામાં આગ:કેમિકલનો સંગ્રહ હોવાથી કલાકોની જહેમતે આગ કાબૂમાં આવી, મશીનરી અને સોફા સહિતનો સામાન બળીને ખાખ

    13 hours ago

    શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક ઔદ્યોગિક એકમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ભેસ્તાનના મહાવીર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખાતા નંબર 130માં સોફા બનાવતા એક કારખાનામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. કારખાનામાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ વધુ પ્રસરી સોફાના ઉત્પાદન માટે કારખાનામાં મોટા પ્રમાણમાં રુ, ડનલોપ (ગાદી-ફોમ)નો જથ્થો તેમજ જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ અત્યંત જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ તાત્કાલિક મોરચો સંભાળી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મશીનરી, સાફા સહિતના સામાન બળીને ખાખ આગની ઘટનામાં કારખાનાની અંદર કાચો માલ, મશીનરી અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે કારખાના સંચાલકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, આગની આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:વડોદરાનો સિદ્દીકી પરિવાર બ્રેકફાસ્ટ કરતો હતો ને દુર્ઘટના, પિતા અને મોટા ભાઈએ બંનેને બહાર કાઢ્યા, રિસોર્ટ કાયમી બંધ કરવા બહેનની માગ
    Next Article
    નરાધમે બાળકી પાસે હસ્ત મૈથુન કરાવ્યું:રાજકોટમાં સભ્ય સમાજને શરમમાં મૂકતો કિસ્સો, પંચરના દુકાનદારે 10 વર્ષની સગીરાને ચોકલેટ - વેફરની લાલચ આપી હવશ સંતોષી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment