Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ પરિષદની સ્પર્ધા યોજાઈ:10 બાળ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

    1 week ago

    અરવલ્લી જિલ્લામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જિલ્લાના ૧૦ બાળ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ અરવલ્લીનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ની પ્રેરણાથી માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા આ સ્પર્ધાનું આયોજન મોડાસાના ભામાશા હોલ ખાતે કરાયું હતું. સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના અલગ-અલગ તાલુકાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહથી ભાગ લીધો. તેમણે પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ ઓળખી તેના વૈજ્ઞાનિક ઉકેલ રજૂ કર્યા.જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ આપી. તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. પ્રોજેક્ટનું મૂલ્યાંકન ડૉ. દિનેશભાઈ ફુદાણી, ડૉ. વંદનાબેન પટેલ, ડૉ. ક્રિષ્નાબેન પટેલ, ડૉ. ઉર્વી ગુપ્તા અને તન્મય પ્રજાપતિએ કર્યું. આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક ચંદનબેન પટેલ, હિમાંશુભાઈ પરમાર અને પાર્થ દવેએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દમણમાં બ્લાઇન્ડ મર્ડરનો ભેદ ઉકેલાયો:દારૂના ઝઘડામાં બારમાંથી નીકળી અકરમને પતાવી દીધો, 1000થી વધુ CCTV ફૂટેજ તપાસી 2 આરોપી ઝડપ્યા, એક ફરાર
    Next Article
    Gujarat Port | અરબી સમુદ્રમાંથી ડ્રગ્સની મોટી ખેપ ઝડપાઈ | Arabian Sea | ATS | Harsh Sanghvi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment