Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:વડોદરાનો સિદ્દીકી પરિવાર બ્રેકફાસ્ટ કરતો હતો ને દુર્ઘટના, પિતા અને મોટા ભાઈએ બંનેને બહાર કાઢ્યા, રિસોર્ટ કાયમી બંધ કરવા બહેનની માગ

    16 hours ago

    શનિ-રવિવારની રજા પર વીકેન્ડ માણવા આવેલા વડોદરાના તાદલજા વિસ્તારના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 9 વર્ષ અને 7 વર્ષની વયના બે સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે, જેથી સમગ્ર પરિવાર માથે આભ ફાટ્યુ છે.તો બહેને રિસોર્ટની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે અને તેને બંધ કરી દેવા માગ કરી છે. જ્યારે નાના ભાઈઓના મોતથી તૂટી પડેલા ભાઈએ ભારે હૈયે ઘટના બ્રેકફાસ્ટ દરમિયાન સવારે બની હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું ભાઈ કહેતા-કહેતા ધ્રૂસ્કેને ધ્રસ્કે રડ્યો મોટા ભાઈ મોઇઝ સિદ્દીકીએ જણાવ્યું કે અમે ગઈ કાલે સાંજે પરિવારના 6 સભ્યો (મમ્મી-પપ્પા, બે નાના ભાઈઓ, બહેન અને હું) કામધેનુ રિસોર્ટમાં એક દિવસ માટે રોકાવા આવ્યા હતા. ગઈ રાત્રે અમે શાંતિથી રોકાયા હતા. આજે સવારે અમે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે મારા બંને નાના ભાઈઓનું જમવાનું જલ્દી પતી જવાથી તેઓ રમવા માટે ચાલ્યા ગયા હતા. અમે નાસ્તો પૂરો કરીને વધુમાં વધુ 10 મિનિટ પછી ત્યાં પહોંચ્યા, તો તેઓ ક્યાંય દેખાઈ રહ્યા ન હતા. તે સમયે મારી બહેનની નજર પડતાં તેણે પપ્પાને કહ્યું કે, ઉદૈદ અને મોહમ્મદ અહેમદના કપડાં સ્વિમિંગ પૂલની અંદર દેખાઈ રહ્યા છે. રિસોર્ટ સંચાલકોની અસહકાર અમે નજીક જઈને જોયું તો બંને ભાઈઓ સ્વિમિંગ પૂલમાં હતા. અમે બૂમો પાડીને જાતે જ બંનેને બહાર કાઢ્યા (પપ્પાએ એકને અને મેં બીજાને બહાર કાઢ્યો). બહાર આવીને અમે રિસોર્ટવાળાઓને ગાડી બહાર કાઢવા કહ્યું, પરંતુ તેમણે ગાડી પણ બહાર ન કાઢી અને કોઈ જ મદદ ન કરી. આખરે અમે અમારી પોતાની ગાડીમાં જ તેમને હોસ્પિટલ લઈ ગયા. અમે પહેલા એક હોસ્પિટલમાં ગયા, જ્યાં તેમણે કહ્યું કે અહીં સારવાર નહીં થઈ શકે અને આગળ શિફ્ટ કરવા પડશે. ત્યારબાદ અમે તેની સામે જ આવેલી સરકારી હોસ્પિટલમાં ગયા... (આટલું કહેતા તેઓ રડી પડે છે). રિસોર્ટ સ્ટાફે પાણી ન બદલ્યું આયાત સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આજે સવારે મારા ભાઈઓ મારી પાસે આવ્યા અને સ્વિમિંગ પુલમાં નાહવાની જીદ કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે રિસોર્ટના સ્ટાફને કહીને પહેલા સ્વિમિંગ પુલનું પાણી બદલાવી લઈએ, પછી નાહવા જજો. જ્યારે અમે રિસોર્ટના સ્ટાફને પૂછ્યું, ત્યારે તેમણે પાણી બદલી નાખ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ હતી કે પૂલના પાણીમાં કેમિકલ હતું અને પાણી બદલવામાં આવ્યું જ નહોતું. મારા ભાઈઓ ડૂબવા લાગ્યા ત્યારે અમે મદદ માટે જોર-જોરથી બૂમો પાડી, છતાં રિસોર્ટનો કોઈ પણ સ્ટાફ મદદ માટે આવ્યો નહીં. આ ગંભીર બેદરકારી બદલ અમે આ રિસોર્ટને કાયમ માટે બંધ કરવાની માંગ કરી રહ્યા છીએ. રિસોર્ટના 112 નંબરના રૂમમાં રોકાયા પરિવાર શનિવારે રિસોર્ટ આવી પહોંચ્યો હતો. અહીં રૂમ નંબર 112માં 6 સભ્યનો પરિવાર રોકાયો હતો. સવારે 10 કલાકની આસપાસ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર બ્રેકફાસ્ટ કરી રહ્યો હતો ત્યારે સ્વિમિંગ તરફ હમજા અને નોમાન બંને ભાઈઓ આવી પહોંચ્યા હતા. જેમાં નાહવા પડતા બંને ડૂબ્યા હતા.કેન્ટીન અને સ્વિમિંગ પુલ વચ્ચેનું અંતર 150-200 ફૂટ જેટલું થાય છે. જન્મદિવસની ઉજવણી પહેલા જ દુર્ઘટના સૌથી કરુણ બાબત એ છે કે બંને ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો. બાળકોએ રિસોર્ટમાં જવાની જીદ કરી હતી અને પિતાને પણ સાથે આવવા માટે મનાવ્યા હતા. પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બાળકો સાથે વિતાવેલી આ ક્ષણો તેમના જીવનની અંતિમ યાદ બની જશે. એકસાથે પોતાના બે માસૂમ સંતાનો ગુમાવતા સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટ સંચાલકોની બેદરકારી સામે સવાલો બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળકો માટેના અલગ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા, સુરક્ષા ગાર્ડ અને પૂરતી દેખરેખના મુદ્દે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચીને સઘન તપાસ શરૂ કરી છે. રિસોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ​હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ મોડું થઈ ગયું ​પરિવાર દ્વારા તાત્કાલિક 112 જનરક્ષક (ઈમરજન્સી હેલ્પલાઈન)ની મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી બંને બાળકોને સારવાર માટે તાત્કાલિક આંકલાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ​પરિવારમાં શોકનું મોજું ​એકસાથે બે સગા માસૂમ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. હસતો-રમતો પરિવાર ક્ષણવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. માસૂમ બાળકોના અચાનક વિદાયથી વડોદરાના તાદલજા વિસ્તારમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ​આ ગંભીર દુર્ઘટના અંગે આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે કે રિસોર્ટમાં સેફ્ટીના શું ધોરણો હતા અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી.
    Click here to Read More
    Previous Article
    હરિયાણાના યુવકનું યુરોપમાં મોત, બહેને મુખાગ્નિ આપી:દરિયો જોવા ગયો તો ડૂબી ગયો, ₹15 લાખ ખર્ચીને વિદેશ મોકલ્યો હતો; પિતાનું પહેલા જ અવસાન થયું હતું
    Next Article
    ભેસ્તાનમાં સોફા બનાવતા કારખાનામાં આગ:કેમિકલનો સંગ્રહ હોવાથી કલાકોની જહેમતે આગ કાબૂમાં આવી, મશીનરી અને સોફા સહિતનો સામાન બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment