Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મંદિરે દર્શન કર્યા:શ્રાવણ માસમાં સપરિવાર વિશેષ મહાપૂજા અને ગૌપૂજન કર્યું

    19 hours ago

    શ્રાવણ માસના પવિત્ર અવસરે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં સપરિવાર દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 11 મે, 2026ના રોજ 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા'નો પ્રારંભ કરાવાયો હતો. આ પૂજા સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાનની ભાવનાને જાગૃત કરવાનો આધ્યાત્મિક સંકલ્પ છે. મંત્રી વાઘાણીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અખંડ દીપ સમક્ષ પૂજા કરી હતી. તેમણે શ્રી સોમનાથ મહાદેવને પંચામૃત, પવિત્ર ગંગાજળ સહિતના દ્રવ્યો અર્પણ કરીને ભગવાન ભોળાનાથનું અર્ચન કર્યું હતું. પૂજા બાદ મંત્રીએ ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કર્યું હતું. તેમણે દર્શનાર્થીઓ વચ્ચે જઈને 'હર હર મહાદેવ'નો નાદ લગાવ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને સ્મૃતિવંદન પણ કર્યા હતા. દર્શન પૂર્ણ થયા બાદ મંત્રીએ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે આસ્થાપૂર્વક ગૌમાતાની પૂજાવિધિ કરી હતી અને ગૌસેવકોની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી મંત્રીને સોમનાથ મહાદેવની તસવીર અને પ્રસાદ ભેટ અર્પણ કર્યા હતા. તેઓ સમગ્ર પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી સાથે રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપી:કર્ણાટકમાં ચોરી કરી ગુજરાતમાં ઘૂસ્યા, 9.72 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા; બે ફરાર
    Next Article
    મુળીના ગઢડામાં જુગારના અડ્ડા પર દરોડા:રોકડા 41,000 સહિત કુલ 96,000ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment