Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપી:કર્ણાટકમાં ચોરી કરી ગુજરાતમાં ઘૂસ્યા, 9.72 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા; બે ફરાર

    18 hours ago

    નેત્રંગમાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને લઈને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી સફેદ કારના ચાલકે પોલીસને જોઈ અચાનક કાર ભગાવી હતી. નેત્રંગ પીઆઈ વી.એસ. વણઝારા અને તેમની ટીમે તાત્કાલિક કારનો પીછો શરૂ કરી આગળથી આવતા વાહનોની મદદથી રસ્તો બ્લોક કરી કારને અટકાવી હતી. અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગ્યા કાર અટકાવ્યા બાદ તેમાં સવાર ચાર જેટલા ઈસમોએ અંધારાનો લાભ લઈ નજીકના જંગલ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ડ્રાઇવરને ઝડપી લીધો હતો. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી થવા, મંડાળા, સેજપુર, ખરચીપાડા, ખાબજી અને ભરાડા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. કરજણ નદીના પટથી જંગલ સુધી સર્ચ ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન પોલીસે કરજણ નદીના પટ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંધારામાં આરોપીઓ છુપાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. સતત સર્ચ ઓપરેશન બાદ વધુ બે આરોપીઓને પણ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. બે સ્કૂલ બેગમાંથી ચોરીનો મુદ્દામાલ મળ્યો પોલીસે કારની તપાસ કરતાં બે સ્કૂલ બેગમાંથી ચાંદી અને ચાંદી જેવી ધાતુના ઘરેણાં, મૂર્તિઓ, પૂજાની સામગ્રી અને દીવાની થાંભલીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આ સામાન કર્ણાટકના બેલાગવી જિલ્લાના કિટ્ટુર ખાતે આવેલી જ્વેલરી શોપમાંથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું. કર્ણાટકમાં ચોરી કરી ગુજરાતમાં ઘૂસ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના કિટ્ટુર ખાતે જ્વેલરી શોપમાં ચોરી કરી હતી. ત્યારબાદ ચોરીનો મુદ્દામાલ લઈને કાર મારફતે ગુજરાત તરફ નાસી રહ્યા હતા. જોકે નેત્રંગ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન તેમની કાર ઝડપાઈ જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ત્રણ ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ₹4.37 લાખનો ચોરીનો મુદ્દામાલ, આશરે ₹5 લાખની કાર અને ચાર મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના આરોપીઓ ઝડપાયા ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ દેવીસિંહ રાવત, નારસિંઘ ઉર્ફે પવન જેન્તુસિંહ રાવત અને મધ્યપ્રદેશના અર્જુનસિંહ શિવસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે લોકેશ બયલ અને રામસા ગુજ્જર પોલીસ પકડથી હજુ દૂર છે. મુખ્ય આરોપી પેરોલ જમ્પ કરેલો રીઢો ગુનેગાર પોલીસ તપાસમાં મુખ્ય આરોપી દિલીપસિંહ રાવત ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપીઓ સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અગાઉથી પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નેત્રંગ પોલીસે સમગ્ર ગેંગના અન્ય ગુનાઓ અને ફરાર આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બીજા દિવસની રમત હવે શરૂ થઈ:વરસાદના કારણે બીજા દિવસનો પહેલો સેશન ધોવાયો, પડિકલ અને પંત ક્રિઝ પર
    Next Article
    કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મંદિરે દર્શન કર્યા:શ્રાવણ માસમાં સપરિવાર વિશેષ મહાપૂજા અને ગૌપૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment