Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા દિવસની રમત હવે શરૂ થઈ:વરસાદના કારણે બીજા દિવસનો પહેલો સેશન ધોવાયો, પડિકલ અને પંત ક્રિઝ પર

    1 day ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. સવારથી વરસાદ અને ભીના આઉટફીલ્ડના કારણે રમત શરૂ થઈ શકી ન હતી. આ કારણે પ્રથમ સેશન પૂરેપૂરો ધોવાઈ ગયો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 296/2 છે. ટીમ તરફથી દેવદત્ત પડિકલ અને રિષભ પંત ક્રિઝ પર છે. બીજા સેશનમાં બપોરે 2:35થી સાંજે 4:00 વાગ્યા સુધી રમત રમાશે. ત્યારબાદ સાંજે 4:00થી 4:20 વાગ્યા સુધી ટી-બ્રેક અને ત્રીજો સેશન સાંજે 4:20થી 5:45 વાગ્યા સુધી ચાલશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Australia vs Bangladesh Highlights 1st Test Day 4: Bangladesh Hammer Australia To Script History
    Next Article
    નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપી:કર્ણાટકમાં ચોરી કરી ગુજરાતમાં ઘૂસ્યા, 9.72 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા; બે ફરાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment