Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળીના ગઢડામાં જુગારના અડ્ડા પર દરોડા:રોકડા 41,000 સહિત કુલ 96,000ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુળી તાલુકાના ગઢડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગંજીપાના વડે જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 96,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ગઢડા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 41,000 રૂપિયા, ગંજીપાના, પાંચ મોબાઈલ ફોન (કિંમત 25,000 રૂપિયા) અને બે મોટરસાયકલ (કિંમત 30,000 રૂપિયા) સહિત કુલ 96,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. જુગારમાં પકડાયેલા આરોપીઓના નામ: (1) જેરામભાઈ વજુભાઈ કુકવાવા (રહે. ગઢડા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) (2) રમણીકભાઈ બહાદુરભાઈ ઉદેશા (રહે. સડલા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) (3) સુરેશભાઈ પ્રભુભાઈ વણપરા (રહે. કુંતલપુર, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) (4) વિનાભાઈ ઉકાભાઈ પટેલીયા (રહે. પલાસા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) (5) રણુભાઈ દળુભાઈ કરપડા (રહે. રામપરડા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) (6) ભરતભાઈ દળુભાઈ કરપડા (રહે. રામપરડા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) જુગારમાં પકડવાના બાકી આરોપી: (1) સુરેશભાઈ કાળુભાઈ કુમખાણીયા (રહે. ગઢડા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર)
    Click here to Read More
    Previous Article
    કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મંદિરે દર્શન કર્યા:શ્રાવણ માસમાં સપરિવાર વિશેષ મહાપૂજા અને ગૌપૂજન કર્યું
    Next Article
    માણસ મરે ત્યારે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે?:એ જોવા માટે ચાર હત્યા કરી, ઓનલાઇન હથિયાર અને પૂતળાં મંગાવીને 'કાપવાની' પ્રેક્ટિસ કરી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment